Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

gujarati.abplive.com Last Updated: 13 May 2024 07:43 PM

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે....More

નર્મદા જિલ્લામાં વરસાદ વરસ્યો

નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક ઝાડ તૂટી પડ્યા હતા. ડેડીયાપાડા, સાગબારા અને રાજપીપળા શહેરમાં કાચા મકાનોના પતરા ઉડ્યા હતા. આદિવાસી વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.  કેરીના પાકને મોટાપાયે નુકસાન થયું છે.  રાજપીપળા શેહરમા વીજ પુરવઠો ખોરવાયો છે.