Gujarat Rain Forecast: રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે તેમ છતાં પણ કેટલાક જિલ્લામાં હજુ વરસાગની ઘટ છે. કેટલાક જિલ્લામાં પ્રમાણમાં બહુ ઓછો વરસાદ વરસ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજથી ફરી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે 26 જુલાઇથી 29 જુલાઇ સુધીમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
આજથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું વધવાની શરૂઆત થશે. હવામાન વિભાગે રાજ્યમાં 26 જુલાઇથી વરસાદ વધવાની શક્યતા વ્યક્ત કરી હતી. આજથી ગુજરાતના ક્યાં કયા વિસ્તારમાં વરસાદ વધશે તેની થોડી વાત કરીએ.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજથી વરસાદનું પ્રમાણ વધશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વલસાડ, નવસારી, સુરતમાં ડાંગ,તાપી, આ 26થી 29 જુલાઇ સુધી ભારે વરસાદની શક્યતા છે. ભરૂચમાં સારો વરસાદ આ સમયમાં ગાળામાં પડી શકે છ. દમણ અને દાદરા નગર હવેલીમાં 26થી 29 જુલાઇ સુધી વરસાદનું પ્રમાણ વધી શકે છે.
હવામાન વિભાગે ખાસ કરીને વલસાડ, નવસારી,સુરતમાં કોઇ જગ્યાએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય આ રાઉન્ડમાં એટલે કે 26થી 29 જુલાઇ સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદનું અનુમાન છે. આ સિવાય આજે અમરેલી ભાવનગરમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે. ગીર સોમનાથ, પોરબંદર દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસી શકે છે.
26થી 29 જુલાઇ સુધીમાં અમદાવાદ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે. આજે વડોદારા ખેડા આણંદ. પંચમહાલ છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વધુ વરસાદનું પ્રમાણ જોવામળે છે. આવતી કાલથી વરસાદ વધવાની શક્યતા દેખાઇ રહી છે.
ટૂંકમાં કહીએ તો 26થી 29 જુલાઇ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ સારો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટછવોય વરસાદ વરશી શકે છે.
26થી 28 સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 -28 વરસાદનું વધુ જોર રહશે. ઉત્તર ગુજરાત અને પુર્વ ગુજરાતમાં વધુ જોર રહેશે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડશે. જામનગર મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ,રાજકોટ,આ બધા વિસ્તારમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. જો કે કચ્છ આ રાઉન્ડમાં પણ વરસાદનું જોર વધે તેવી કોઇ શક્યતા નહિવત છે.