Gujarat rain update:લાંબા વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.  બંગાળની ખાડીમાં સર્જેલી સિસ્ટમ  ધીમે ધીમે આગળ વઘતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ(rain) વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ વરસ્યો છે.


પાલનપુરમાં  ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં  પાણી ભરાયા છે. જૂના બસ સ્ટેશન, ધનિયાણા ચોકડીમાં પાણી  ભરાયા છે. અમીરગઢ રોડ પર પાણી  ભરાતા અહી બસ સ્ટેશન હોવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુરમાં ભારે વરસાદ આફત રૂપ બન્યો છે. અહી સિવિલ હોસ્પિટલ પાસે પાણી ભરાતા દર્દીઓની મુશ્કેલી પણ વધી છે. અહીં  ધનિયાણા ચોકડી,વીરમપુર ધાનેરાના બાપલા સહિતના ગામોમાં વરસાદ  વરસતા અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે.


છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં નોંધાયો વરસાદ


છેલ્લા 24 કલાકમાં વડગામમાં સાડા ચાર ઈંચ વરસાદ



  • છેલ્લા 24 કલાકમાં નડીયાદમાં ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં બગસરામાં ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં મહુધામાં પોણા ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં દેહગામમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ગોધરામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં સાગબારામાં સવા ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં હિંમતનગરમાં સવા ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં પોશીનામાં ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં મોડાસામાં ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કડાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કાલોલમાં અઢી ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં સંતરામપુરમાં અઢી ઈંચ વરસાદ


ગાંધીનગર શહેરમાં વરસાદે અનેક વિસ્તારને જળમગ્ન કરી દીધાં છે. ગાંધીનગર શહેરના અલગ અલગ સેક્ટરમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી માણસા APMC નજીક પાણી  ભરાયા છે.મહેસાણાના વિજાપુરમાં  પણ ધોધમાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી વિજાપુરના અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા છે, વિસનગર, વિજાપુરમાં  મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.ટીબી રોડ અને બોમ્બે સોસાયટી સહિત ભાંડુ, વાલમમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.મહીસાગર જિલ્લામાં લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. સંતરામપુર હાઈવે, મલેકપુર સહિતના વિસ્તારમાં પણ સારો વરસાદ વરસ્યો છે.


છેલ્લા 24 કલાકમાં માલપુરમાં અઢી ઈંચ વરસાદ



  • છેલ્લા 24 કલાકમાં સોજીત્રામાં અઢી ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં હાંસોટમાં અઢી ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ખંભાતમાં અઢી ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં તલોદમાં સવા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ફતેપુરામાં સવા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ડેડીયાપાડામાં સવા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં બાયડમાં સવા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ભિલોડામાં સવા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં નસવાડીમાં બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ક્વાંટમાં બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં પેટલાદમાં પોણા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં માણસામાં પોણા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વાલીયામાં પોણા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં નેત્રંગમાં પોણા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં બાલાસિનોરમાં પોણા બે ઈંચ વરસાદ


ભારે વરસાદના પગલે અરવલ્લીમાં  જળાશયોમાં પાણીની આવક  વધતાં જળસ્તર સતત વધી રહ્યું છે. વાત્રકમાં 440 ક્યૂસેક પાણીની આવક થઇ છે. મેશ્વોમાં 340 ક્યૂસેક પાણીની આવક થઇ છે.માઝુમમાં પણ 220 ક્યૂસેક પાણીની આવક થઇ છે.  અરવલ્લીના ઈટાડીમાં  અનેક વિસ્તાર જળમગ્ન થતાં  ઈટાડી ગામમાં સ્થાનિકોને હાલાકી વધી છે. નીચાણવાળા વિસ્તારોના રહેણાંક મકાનોમાં  ઘુંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.


છોટા ઉદેપુર જિલ્લામાં પણ સવારથી મેઘરાજાએ ઘરાને ધરવી દીધી.  ધોધમાર વરસાદ થી અનેકવિસ્તારોમાં પાણી ભરાયા છે.  પાવી જેતપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયુંછે.ભારે વરસાદના કારણે રસ્તા પર ભરાયા પાણી


યાત્રાધામ ડાકોરમાં પણ  મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શ્રદ્ધાળુની મુશ્કેલી વધી છે.  ડાકોરમાં મંદિર બહાર પાણી ભરાતા શ્રદ્ધાળુઓની  હાલાકી વધી છે. કાલસર, સુઈ, આગરવા સહિતના ગામોમાં વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે મંદિર બહાર પાર્ક કરેલા ટુ-વ્હીલરો પણ અડધા પાણીમાં ગળકાવ થઇ ગયા છે.  વરસાદના કારણે મુશ્કેલી સર્જાતા  ડાકોર નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.


મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ  વરસ્યો છે. નરોડા, વડાગામ, ખુટેલાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં કડાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.છેલ્લા 24 કલાકમાં સંતરામપુરમાં પોણા ત્રણ ઈંચ,બાલાસિનોર, લુણાવાડા તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ ખાનપુરમાં દોઢ ઈંચ, વીરપુર તાલુકામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.


સુરત શહેરમાં પણ વરસાદી માહોલે જમાવટ કરી છે. સુરતના અઠવા, નાના વરાછા  પાલ અને અડાજણ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલે જમાવટ કરી છે. અહી વલસાડ શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસતાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવનને અસર થઇ છે.  


પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. રૂની, કમલીવાડા સહિતના ગામોમાં વરસાદે ધરાને ધરવી દીધી છે અહી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. અહીં ખલીપુર, કુણઘેર, સિદ્ધપુર, બીલિયા, નાગવાસણ, કલ્યાણા,કાકોશી સહિતના ગામોમાં પણ આજે સારો વરસાદ વરસ્યો છે.