Gujarat Rain Weather: બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી 5 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની (Rain)શક્યતા છે. ભારે વરસાદના અનુમાનને લઇને આજે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં એલર્ટ આપ્યું છે. આજે વલસાડમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે. છે. . તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે.  


આજે રાજ્યના આઠ જિલ્લામાં અતિભારે વરસાદ ( heavy Rain)ની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે તો  અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ (rain) વરસી શકે છે.રાજ્યના 19 જિલ્લામાં આજે ભારે વરસાદની (heavy Rain)  આગાહી કરવામાં આવી છે. .. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા અને અરવલ્લીમાં  ભારે વરસાદ વરસી શકે છે.  તો મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર,દાહોદ અને મહીસાગરમાં  ભારે વરસાદનું યલો એલર્ટ છે.


સિઝનનો અત્યાર સુધીમાં કેટલો વરસ્યો વરસાદ


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 74.68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 88.99, તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 88.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.26 ટકા વરસાદ.. તો મધ્ય ગુજરાતમાં 59.22 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 55.97 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.


મધ્યપ્રદેશમાં વધુ વરસાદથી સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને પહોંચી 135.03 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં દોઢ લાખ ક્યુસેક પાણીની આવક સામે ડેમના નવ દરવાજા ખોલી કુલ 95 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયુ  છે.સારા વરસાદથી રાજ્યના 93 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી પૈકી  90 ટકાથી વધુ ભરાયેલા 67 જળાશયો હાઈએલર્ટ પર છે તો  80થી 90 ટકા ભરાયેલા 17 જળાશયો એલર્ટ પર છે.  તો 70થી 80 ટકા ભરાયેલા નવ જળાશયો વોર્નિંગ પર છે.


રાજ્યના કુલ 207 પૈકી 53 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 44 જળાશયો છલોછલ છે  તો દક્ષિણ ગુજરાતના આઠ અને મધ્ય ગુજરાતનો એક ડેમ હાઉસફુલ છે.દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ગોવામાં ભારે વરસાદ  વરસી શકે છે.


ભારે વરસાદના પગલે રાજસ્થાનના ઝાલાવાડમાં પાણીના તેજ પ્રવાહમાં બસ ફસાઇ હતી. બસને  ટ્રેક્ટરની મદદથી ખેંચીને ગ્રામજનોએ બસ બહાર કાઢી હતી. ઘટના દરમિયાન પોલીસ પહોંચતા જ ડ્રાઈવર બસ લઈને ફરાર થઇ ગયો હતો.બિહારની નવાદા નદીમાં પણ બે લોકોનું ધસમસતા પાણીના પ્રવાહમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.  નક્સલ પ્રભાવિત વિસ્તાર ગોવિંદપુર વિસ્તારમાં આ ઘટના બની હતી.


આ પણ વાંચો 


Gujarat Rain: ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય: આવતીકાલે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી