કચ્છ અને પોરબંદરમાં સાર્વત્રિક વરસાદ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત

રાજ્યમાં આગામી 24 કલાક સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 Sep 2021 10:23 PM
કચ્છમાં વરસાદ

સતત ત્રીજા દિવસે કચ્છમાં વરસાદ વરસ્યો છે.  મુન્દ્રામાં પોણા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઇંચ, ભચાઉ-માંડવીમાં સવા, ભુજમાં એક અને નલિયામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહીને લઈને પોરબંદર જિલ્લામાં NDRFની તૈનાત કરાઈ હતી. છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે વરસાદની કરી આગાહી

રાજ્યમાં આગામી 24 કલાક સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 24 કલાક દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. સાત સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રીય થશે. છેલ્લા બે દિવસમાં 7 ટકા જેટલો વરસાદમાં નોંધાયો વધારો. રાજ્યમાં 42 ટકા વરસાદની ઘટ છે.

નર્મદા ડેમની સપાટી વધી

ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં 30 સેન્ટીમીટરનો વધારો થયો છે.  ડેમમાં 23 હજાર 135 ક્યુસેક પાણીની આવક અને 8 હજાર 893 ક્યુસેક પાણીની જાવક છે. ડેમની જળસપાટી 116.73 મીટર પર પહોંચી છે.

સાબરકાંઠામાં પણ વરસાદ

સાબરકાંઠાના વડાલી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. વડાલીના થુરાવાસ,હાથરવા,કેશરગંજ પંથકમાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદને લઈ ખેડૂતોમાં આનંદનો માહોલ છે.

બ્રેકગ્રાઉન્ડ

રાજ્યમાં આગામી 24 કલાક સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 24 કલાક દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. સાત સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રીય થશે. છેલ્લા બે દિવસમાં 7 ટકા જેટલો વરસાદમાં નોંધાયો વધારો. રાજ્યમાં 42 ટકા વરસાદની ઘટ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.