અમદાવાદ:   આગામી 3 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.   સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.  2 અને 3 તારીખે વરસાદનું  જોર વધશે, કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.  ગુજરાતમાં હજુ પણ 29 ટકા વરસાદની ઘટ છે.   રાજયમાં અત્યારસુધી જે વરસાદ વરસ્યો છે તે ખેતી માટે સારો છે.


દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છે.  દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દાહોદ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છે. 


દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદ (Rain)ની આગાહી કરી છે જ્યારે ગીર, સોમના, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.


રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 33 ટકા જ વરસાદ નોંધાયો છે જ્યારે સૌથી વધુ વરસાદ વલસાડમાં 33.70 ટકા વરસાદ (Rain) નોંધાયો છે. રાજ્યમાં વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 20.23 ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ તો 35.19 ટકા વરસાદ નોંધાયો છે.  


કચ્છમાં 5.27 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે મોસમનો 28.16 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.56 ઈંચ સાથે સિઝનનો 30.08 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 31.89 ટકા વરસાદ નોંધાયો છે.


મહેસાણા જિલ્લામાં સિઝનનો 34.90 ટકા, પાટણનો 41.76 ટકા તથા બનાસકાંઠામાં 25.96 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા બીજી ઓગષ્ટ સુધીમાં હળવો તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.   સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.  2 અને 3 તારીખે વરસાદનું  જોર વધશે, કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.