ભૂજ: ડ્રગ્સકાંડના આરોપી શાહિદ સુમરાને ભૂજ કોર્ટમાં રજૂ કરાયો જેમાં કોર્ટ આરોપી શાહિદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે ગઈ કાલે જ ગુજરાત ATS દ્વારા દિલ્હીથી શાહિદ સુમરાની ધરપકડ કરી હતી અને બાદમાં તેને ભૂજ કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં ભૂજની કોર્ટે શાહિદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપી શાહિદ સુમરાનું પાકિસ્તાન સાથેનું કનેક્શન હોવાથી તે પાકિસ્તાનથી કચ્છ દરિયાકાંઠે ડ્રગ્સ મંગાવતો હતો. શાહિદના આંતકી સંગઠન સાથેની લીંક હોવાની શક્યાતાને જોતા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે તેમજ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક ટેરેરિઝમ મુદ્દે પૂછપરછ કરાશે. ગુજરાત ATSએ 175 કરોડના હેરોઇન-ડ્રગ્સ મામલે મોટી સફળતા મળી છે, ગઈ કાલે 175 કરોડનાં હેરોઇન કેસમાં સંડોવાયેલા આરોપી સુમરાને ATSએ ઝડપી પાડ્યો હતો.
કચ્છના દરિયાકાંઠે કરોડોનું ડ્રગ્સ ઠલવનાર માંડવીનો શાહિદ સુમરાની એટીએસે (ATS) દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પરથી ધરપકડ કરી હતી. એસટીએફ પંજાબ (STF Punjab), એનઆઈએ (NIA) અને ગુજરાત એટીએસે મળીને આ કાર્યવાહી કરી હતી. શાહિદ સુમરા કચ્છના માંડવીનો વતની છે, વર્ષો આગાઉ તેના પિતા માંડવીમાં કાઉન્સીલર હતા. તે 2500 કરોડથી વધુની કિંમતના 500 કિલો હેરોઇનના ગુનામાં વોન્ટેડ હતો.
પાકિસ્તાનથી જળમાર્ગ દ્વારા કચ્છના કાંઠે કરોડોનો રૂપિયાના ડ્રગ્સ ઉતારી છે ક ઉતર ભારતમાં સપ્લાય કરનાર દેશનો સૌથી મોટો ડ્રગ્સ માફિયા શાહિદ સુમરાને ગુજરાત એટીએસે ઝડપી લીધી હતો.આજે તેને ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ આરોપી શાહિદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શાહિદ એટીએસ નારર્કોટીસમા વોન્ટેડ હતો. જોકે ઉપરી અધિકારીની માહિતી આધારે દિલ્હિથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આઈએસઆઈ સાથે સંકળાઈને તે દેશમાં હેરોઈન સપિલાઈ કરતો હોવાની આશંકા છે. તે આતંકવાદિ સંગઠનો સાથે પણ આ સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. હાલ ૪ કેસમાં તેની ધરપકડ કરાઈ છે.