Gujarat Rain: નવરાત્રી પહેલા ફરી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે અમરેલી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો બપોર બાદ જૂનાગઢ અને જેતપુર વિસ્તારમાં વરસાદ શરુ થયો છે.
જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ વાત્તાવરણમાં પલટો આવ્યો હતો. લાંબા વિરામ બાદ મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે. જેથી જૂનાગઢમા લોકોને બફારાથી રાહત મળી છે. આ ઉપરાંત જુનાગઢ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જેમાં આઝાદ ચોક, વણઝારી ચોક, તળાવ દરવાજા, દિવાન ચોક, કાળવા ચોકમાં મેઘમહેર થઈ છે.
એટલું જ નહી જુનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. જેમાં વંથલીમા લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વંથલી,શાપુર, મોટા કાજલિયાડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદી માહોલ થી વાતાવરણ માં પણ ઠંડક પ્રસરી
જેતપુર વિસ્તારમાં પણ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. જેતપુરમાં પવન સાથે વરસાદ શરુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેતપુરના તીન બત્તી ચોક, સ્ટેન્ડ ચોક, જૂનાગઢ રોડ, એમજી રોડ, અમરનગર રોડ સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે. અમરેલી જિલ્લાના દામનગર બાદ મોટા આંકડીયા, નાના આંકડીયા, મોટા માચિયાળા, નાના માચિયાળા, ચિતલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડ્યા છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા લોકોએ ગરમીથી આશિંક રાહત મેળવી છે.
અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં વાતાવરણ પલટાયું હતું. શહેરમાં ધીમીધારે વરસાદી ઝાપટું પડ્યું હતું. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ભારે બફારા બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીથી રાહત મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 14 ઓક્ટોબરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના લીધે 14થી 16 તારીખમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. નવરાત્રિના રંગમાં પણ ભંગ પડી શકે છે.
14 ઓક્ટોબરે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં ભારત - પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. આ મેચમાં વરસાદી વિઘ્ન રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન ગુજરાતના અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પાડવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે મેચ અને નવરાત્રિ દરમિયાન થનારા વરસાદ અંગે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 14 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. 16મી તારીખથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે. 16મી તારીખથી અરબી સમુદ્રમાં હલચલ શરૂ થશે. 17, 18 અને 19મીએ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે. 20 ઓક્ટોબરથી લઈને 24 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં ચક્રવાત ઉભુ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રના ચક્રવાતના કારણે ગુજરાતના દરિયાકાંઠે વરસાદ પાડવાની શક્યતા છે.