Gujarat Weather Update: ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો, લોકો ઠંડીથી ઠૂઠવાયા

Gujarat Weather Update: ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે. માવઠાના કારણે ઠંડીમાં વધારો થતા લોકો ઠૂઠવાયા છે. આ ઉપરાંત ખેતીના પાકને પણ નુકસાની જવાની ભીતિ છે.

gujarati.abplive.com Last Updated: 28 Jan 2023 03:52 PM
અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ અને અમરાઇવાડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મણીનગર, કાંકરિયા, ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇસનપુર, લાંભા અને વટવામાં પણ વરસાદ વરસ્યો હતો. ઈસનપુર, નારોલમાં પણ વરસાદ નોંધાયો હતો. ઈસનપુર વિસ્તારમાં માવઠાએ લગ્નની મજા બગાડી હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ ભોજનની થાળીઓ સાથે દોડવાની ફરજ પડી હતી. પૂર્વ વિસ્તારમાં  વાદળછાયું વાતાવરણ અને તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

વડોદરામાં વરસાદી માહોલ

વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે શહેરીજનો પરેશાન થયા છે. શહેરના નિઝામપુરા, છાણી, સમા, ગોરવા, ફતેહગંજ, સયાજીગંજ, હરણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ.

ખેડાના હવામાનમાં પલટો

ખેડા જિલ્લામાં ઠંડકભર્યા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે.  ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.  તમાકુ, ડાંગર સહિતના ઉભા પાકને થઈ શકે છે નુકશાન.

હજીરામાં પણ વાતાવરણમાં પલટો

સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો  જોવા મળ્યાં. અહીં  ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી  વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

સાવલીમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ

વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં  ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે ... પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.  કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે.

અરવલ્લીમાં વરસાદી માહોલ


અરવલ્લી જિલ્લામાં છુટા છવાયા માવઠાની અસર જોવા મળી. મોડાસામાં છુટા છવાયા છાંટા પડતા વાતાવરણમાં ઠંટક પ્રસરી, જેનાં કારણે લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો. વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. વરસાદી છાંટા પડતા ધરતીપુત્રોની ચિંતા વધી.

બનાસકાંઠામાં વાતારણમાં પલટો

ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. ડીસામાં આજે નોંધાયું 11.8 ડીગ્રી તાપમાન નોંધાયું છે. કાતિલ ઠંડીથી લોકો ઠુઠવાયા છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે ઠંડા પવનોથી વાતાવરણ ઠંડુગાર બન્યું.

ભાવનગર શહેરમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ

ભાવનગર શહેરમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈ ભાવનગર શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં મોડી રાત્રિના સમયે કમોસમી વરસાદ વરસ્યો. કડકડતી ઠંડી વચ્ચે વરસાદી ઝાપટું પડતા રોગચાળો પણ વક્રી શકે છે. સાથે જ કમોસમી માવઠાના કારણે ધરતીપુત્રની ચિંતા પણ વધી છે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Weather Update: ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે. માવઠાના કારણે ઠંડીમાં વધારો થતા લોકો ઠૂઠવાયા છે. આ ઉપરાંત ખેતીના પાકને પણ નુકસાની જવાની ભીતિ છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના રાજ્યમાં શનિવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ પૂર્વ તરફ આગળ ધપી રહ્યું છે  પરિણામ સ્વરૂપ દક્ષિણ પશ્ચિમ ગુજરાતમાં કમોસની વરસાદ પડ્યો છે. પંચમહાલ, આણંદ, મહીસાગરમાં કમોસમી વરસાદ પડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.