ગાંધીનગર: રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.  હવામાન વિભાગે આ આગાહી  કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ દિશામાં ટ્રફ પસાર થતો હોવાથી આગામી પાંચ દિવસ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે.  હવામાન વિભાગના મતે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં માવઠું  પડશે. .15 માર્ચથી અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું પડશે.  

નજર કરીએ કયા દિવસે ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ  તો આજે હવામાન વિભાગના અનુસાર  કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. આગામી બે દિવસ તાપમાનનો પારો સ્થિર રહેશે.  ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.  આજે રાજ્યમાં સુરત સૌથી ગરમ શહેર રહ્યું છે.  સુરતમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ.. કેશોદ અને પોરબંદરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  જ્યારે અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન રહ્યું છે. 

Rajkot: જેતપુરના જેતલસરના સૃષ્ટી રૈયાણી હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી

રાજકોટ:  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનાર જેતપુર તાલુકાના જેતલસર ગામના સૃષ્ટી રૈયાણીની હત્યામાં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે.  એક તરફી પ્રેમમાં પાગલે સગીરાને છરીના 36 ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર આરોપી જયેશ સરવૈયાને જેતપુર કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. અદાલતે નરાધમને તકસીરવાન ઠેરવી અને ફાંસીની સજા આપી છે. 

જેતપુર તાલુકાના જેતલસર ગામે 16 માર્ચ 2021 ના ધોળે દિવસે એક તરફી પ્રેમમાં પાગલ જયેશ સરવૈયા નામના શખ્સે સૃષ્ટિ રૈયાણી નામની 16 વર્ષીય સગીરા પર છરી વડે તૂટી પડી 36 ઘા ઝીંકયા હતા. અને તેને બચાવવા વચ્ચે પડેલા નાનાભાઇ પાંચ ઘા ઝીંકયા હતા. 

શું હતો સમગ્ર કેસ જાણો

16 માર્ચ 2021 ના રોજ જેતલસર ગામે સૃષ્ટિ રૈયાણી નામની ધોરણ 11 માં અભ્યાસ કરનારી વિદ્યાર્થીને જયેશ ગીરધર સરવૈયા નામના વ્યક્તિ દ્વારા છરીના 34 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા હતા. તો સાથે જ સૃષ્ટિના ભાઈ હર્ષ ને પણ છરીના પાંચ જેટલા ઘા ઝીંકવામાં આવતા તે ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી નીકળ્યો હતો. જેના કારણે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.

સૃષ્ટિ રૈયાણીની હત્યા થતા જે તે સમયે આ કેસ ન માત્ર રાજકોટ જિલ્લામાં પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ ચકચારી બન્યો હતો. ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ મામલે તંત્રને આવેદનપત્ર આપી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં તેમજ આરોપીને કડકમાં કડક સજા આપવાની માગણી પણ કરવામાં આવી હતી.