મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે   જમીન રી-સર્વેની બાબતમાં ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી સરકાર ખેડૂતોની પડખે છે.  ગુજરાત એક માત્ર રાજ્ય છે જેને સમગ્ર ખેતીની જમીનની ફીલ્ડમાં જઇ પોઇન્ટ-ટુ-પોઇન્ટ કરાયો છે. જમીનના નકશા પણ ડીઝીટલ ખેડૂતોને અપાશે. સર્વે માટે ગ્રામ સભા યોજાઈ છે. LNP લેન્ડ પાર્સલ મેપ ખેડૂતોને અપાયા છે. તેમણે કહ્યું, રી-સર્વે એક વર્ષ સુધી ચાલશે.


આ સાથે મહેસુલ પ્રધાને નવી જાહેરાત કરતા કહ્યું કે રી-સર્વે એક વર્ષ સુધી વધુ ચાલુ રહેશે. વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. રી-સર્વેમાં મોટા ભાગના પ્રશ્નો પરિવારની વારસદારીના પેન્ડિંગ છે. ઝુંબેશમાં ભાગ રૂપે 40000 અરજીઓનો લક્ષ્યાંક હાથ પર લેવાયો છે. જેમાંથી 38000 અરજીઓની માપણીની કામગીરી પૂર્ણ કરાઇ છે. 64198 સર્વે નંબરના નિકાલ માપણીમાં કરાયા છે. 100થી વધુ વાંધા અરજી જો એક જ ગામની હોય તો એને ક્લસ્ટર તરીકે લેવામાં આવી છે.  રાજ્યમાં કુલ 95 લાખ ગુજરાતના સર્વે નંબર છે, જેમાંથી 5.28 લાખના વાંધા છે. 


આ ઉપરાંત મહેસૂલ મંત્રીએ કહ્યું  માપણી બાદની પ્રક્રિયામાં સમય જાય છે. ડિસેમ્બર 2022 સુધી વાંધા અરજીનો સમય લંબાવ્યો છે. 10 જિલ્લામાં સૌથી વધુ વાંધા આવ્યા છે જ્યાં 96 સર્વેયરની ફાળવણી કરાઈ છે. DGPSની ફાળવણી કરાઈ છે. એક પણ પ્રશ્ન રી-સર્વેનો બાકી રાખવામાં નહીં આવે. 


ઝારખંડમાં 25 રૂપિયા સસ્તુ પેટ્રોલ મળશે


દેશમાં સતત વધી રહેલી પેટ્રોલ ડીઝલની કિંમતોથી કંટાળેલા લોકોને દેશના એક મોટો રાજ્યમાં ખૂબ જ મોટી રાહત મળી છે. ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેને મોટી જાહેરાત કરી છે કે રાજ્યમાં બીપીએલ કાર્ડ ધારકોને પેટ્રોલ 25 રૂપિયા સસ્તુ આપવામાં આવશે.



મુખ્યમંત્રીએ ​​કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ પ્રભાવિત છે. તેથી, સરકાર રાજ્ય સ્તરેથી દ્વિચક્રી વાહનો માટે પેટ્રોલ પર ₹25 પ્રતિ લિટરની રાહત આપશે, તેનો લાભ 26 જાન્યુઆરી 2022થી શરૂ થશે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી 1.25 કરોડ લોકોને ફાયદો થશે. 


મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું  રાજ્યમાં બીપીએલ કાર્ડ ધરાવતા તમામ ટુ-વ્હીલરોને પેટ્રોલ 25 રૂપિયા સસ્તુ આપવામાં આવશે, આ સ્કીમ આગામી 26 જાન્યુઆરી 2022થી ઝારખંડમાં લાગુ કરાશે. આ અંગે મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી છે.