રાજકોટઃ માણસની માણસાઈ તો ગઈ, જીવ ગયા પછી પોતાના સ્વજનોના અસ્થિલેવા માટે લોકો નથી આવતા. પોતાના સ્વજનોને મર્યા પછી ભૂલ્યા કે કોરોનાના ડરના કારણે લોકો અસ્થિ લેવા માટે નથી આવતા. રાજકોટ(Rajkot)માં શહેરના સ્મશાનમાં અસ્થીઓનો ભરાવો થયો છે. 


રામનાથપરા સ્મશાન (Ramnathpara smashan)માં 4 મહિનામાં 500 જેટલા અસ્થીઓ મહિનાઓથી પડયા છે. સરગમ કલબ સંચાલીત રામનાથપરા સ્મશાન દ્વારા દર છ મહિને હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. રાજકોટ રામનાથપરા સ્મશાનના સંચાલક ગુણુંભાઈ ડેલાવાળાએ કહ્યું કોવિડ ગાઈડલાઈન મુજબ દરરોજ 40 લોકોનો રામનાથપરામાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. રામનાથપરા સ્મશાનમાં 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે.


ગુજરાત(Gujarat)માં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હવે રાજકોટ(Rajkot)માં પણ કોરોનાની સારવાર દરમિયાન થતાં મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના(Corona)ની સારવાર દરમિયાન 42 લોકોના મોત થયા છે. બે દિવસમાં રેકોર્ડબ્રેક 87 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા છ દિવસથી ક્રમશ: મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે.


 


બીજી તરફ કોરોના પોઝિટિવની સંખ્યામાં 475 દર્દીનો વધારો થયો છે. મહાનગરપાલિકા (Rajkot Corporation)એ વોર્ડ વાઇઝ કોરોનાની કામગીરી કરવા માટે વોર્ડ પ્રભારીની નિમણૂક કરી છે. 18 વોર્ડમાંથી 4 વોર્ડના પ્રભારી કોરોનાગ્રસ્ત છે. બીજી તરફ વેક્સિનના બે ડોઝ લેનાર સિવિલ હોસ્પિટલના પૂર્વ સર્જન, નર્સિંગ સુપરિ. સહિતનાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


 


રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે શહેરમાં 405 વ્યક્તિના કોરોના રિપોર્ટ (Corona report) પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં કુલ કેસ 22636 થયા છે. હાલ 2749 સારવાર હેઠળ છે અને 184 દર્દીને રજા આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં 70 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


 


રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil hospital)ના પૂર્વ સર્જન ડો.પંકજ બૂચ, નર્સિંગ સુપરિ. હિતેન્દ્ર ઝાખરિયા તેમજ બે સેનેટરી ઇન્સ્પેક્ટરે વેક્સિનના બે ડોઝ મુકાવ્યા બાદ પણ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મનપાના વોર્ડ પ્રભારી અલ્પના મિત્રા, વાસંતીબેન પ્રજાપતિ સહિત ચાર વોર્ડ પ્રભારી પણ કોરોનાગ્રસ્ત બન્યા છે.