અમદાવાદઃ રેમડેવિસિર ઈન્જેક્શનની અછત વચ્ચે અમદાવાદથી રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ કૉર્પોરેશને શહેરમાં કોરોના દર્દીની સારવાર કરતી 110 હોસ્પિટલમાં 5 હજાર 209 રેમડેવિસિર ઈન્જેક્શનનો જથ્થો ફાળવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં રેમેડેસિવિર ઈન્જેક્શનની માગ વધી છે. આ ઈન્જેક્શન માટે દર્દીના સ્વજનો અનેક હોસ્પિટલમાં ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે હવે આ માગનો ધીરે ધીરે ઉકેલ આવી રહ્યો છે. કેમ કે કૉર્પોરેશને શહેરની 110 હોસ્પિટલમાં ઈન્જેક્શન ફાળવ્યા છે. જેથી હવે દર્દીને જે તે હોસ્પિટલમાંથી જ ઈન્જેક્શન મળી રહેશે. તો આ ઈન્જેક્શનની કોઈપણ પ્રકારની કાળાબજારી ન થાય એ માટે હોસ્પિટલ પ્રશાસનના કર્મચારીઓ અને અધિકારીઓની હાજરીમાં જ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે.
ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 2976 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 16, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1ન અને જામનગરમાં 1 મોત સાથે કુલ 54 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4800 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 1504, સુરત કોર્પોરેશનમાં 1087, રાજકોટ કોર્પોરેશનમાં 405, સુરત 361, વડોદરા કોર્પોરેશનમાં 277, જામનગર 189, વડોદરા 139, મહેસાણા 127, પાટણ 124, જામનગર 123, રાજકોટ 70, ભાવનગર કોર્પોરેશન 68, ગાંધીનગર-56, મોરબી 54, કચ્છ 53, નર્મદા 50, બનાસકાંઠા 49, નવસારી 47, દાહોદ 46, ગાંધીનગર કોર્પોરેશન-45, અમરેલી-42, જૂનાગઢ કોર્પોરેશન 42, ભરુચ 41, જૂનાગઢ 41, પંચમહાલ 40, ખેડા 39, સાબરકાંઠા 37, આણંદ 31, વલસાડ 31, ભાવનગર 29, અમદાવાદ 28, અરવલ્લી 28, સુરેન્દ્રનગર 28, બોટાદ 27, મહીસાગર 26 અને દેવભૂમિ દ્વારકા 21 કેસ નોંધાયા હતા.