Mahidagar News: આજે મહીસાગર જિલ્લાના લૂણાવાડામાં દુષ્કર્મના દોષિત આસારામના સમર્થનમાં રેલી નીકળી હતી. અહીં તેમની તસવીર સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો રેલીમાં જોડાયા હતા. યોગ વેદાંત સમિતિના બેનર હેઠળ આ રેલી યોજાઈ હતી. બેંડબાજા સાથે  વાહનો પર આસારામની  તસવીરો મુકીને તેમના સમર્થકો નાચતા ગાતા રેલીમાં હોંશે-હોશે જોડાયા હતા. લંપટ દુષ્કર્મના દોષિત આસારામની  આ રીતે રેલી યોજાતના આ ઘટના પર અનેક સવાલ ઉપસ્થિતિ થઇ રહ્યાં છે. આખરે એક ગુનેગારની આ રીતે રેલી યોજાવા માટે કોણ મંજૂરી આપી?  સમર્થકોનો આ રીતે રેલી યોજવા પાછળનો શું ઉદેશ છે.   


આ ચૌંકાવનારી ઘટનાના પગલે જ્યારે એબીપી અસ્મિતાના સંવાદાતાએ આ મુદ્દે મામલતદારને સવાલ કર્યાં તો તેમણે કહ્યું હતું કે, માત્ર ભજન કિર્તન માટે મંજૂરી આપી હતી. આસારામના પોસ્ટર ફોટો સાથેની રેલી યોજાઇ તો તે નિયમભંગ છે આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.         


આ સમગ્ર ઘટના ખરેખર ચૌંકાવનારી છે. મંજૂરી વિના આખરે આટલી મોટી રેલી કેવી રીતે યોજાઇ અને જો મંજૂર મળી હતી તો એક ગુનેગારના સમર્થનમાં ફોટો પોસ્ટર સાથે  જાહેરમાં સરઘસ કાઢવા પાછળનો સમર્થકોનો હેતુ શું છે. આ રીતે ગુનેગારને સમર્થન આપતી રેલી પણ હાલ તો અનેક સવાલ ઉઠી રહ્યાં છે. જો કે હજુ સુધી આ ઘટના વિશે મામલતદાર કે પોલીસ તંત્ર કોઇ સચોટ સ્પષ્ટ ઉત્તર નથી આપી શક્યા.                                                                          


આ પણ વાંચો


Crime News: અચાનક એવું શું થયું કે,પુત્રીએ ડુંગળી કાપતાં-કપતાં, પિતાને મારી દીધી છરી, આરોપી દીકરીએ કહી આપવિતી


Mathura News:  શું કબ્રસ્તાનના નામે રજિસ્ટ્રર છે બાંકે બિહારી મંદિરની જમીન?  જાણો શું છે સમગ્ર મામલો


Tomato Price: હવે સસ્તા થશે ટામેટાં, સરકારે કિંમત ઓછી કરવા માટે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય


Uttarakhand News:રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનમાં ત્રણ ગુજરાતી યાત્રીના મોત, લેન્ડસ્લાઇડની ઝપેટમાં આવી કાર