દાહોદ: રાજ્યમાં  દાહોદ જિલ્લાની બેઠકના પરથમપુર બૂથ પર ફરી મતદાન થઈ રહ્યું છે. આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સાંજે 6 વાગ્યા સુધી ફેરમતદાન ચાલશે.  લોકસભા બેઠક પરના પરથમપુર બુથ પર ફરી મતદાનને ત્રણ કલાક જેટલો સમય પૂર્ણ થયો છે. અત્યાર સુધી 17.56 ટકા મતદાન નોંધાયુ છે.


સવારથી જ શાંતિપૂર્ણ માહોલમા મતદાન ચાલી રહ્યું છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પ્રથમપુર ગામે ગોઠવવામાં આવ્યો છે. પ્રથમપુર મતદાન મથકમાં કુલ 1224 મતદારો છે. હાલ જિલ્લા એસપી જિલ્લા કલેકટર ઓબ્ઝર્વર સહિતના અધિકારીઓ બૂથ ઉપર હાજર છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે EVM સાથે વિડીયો બનાવ્યો અને બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવતા 7 મેનું મતદાન રદ કરવામાં આવ્યું હતું. જેથી આજે ફરી મતદાન ચાલી રહ્યું છે.


બુથને ક્રિટીકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ASP, PI, PSI સહિતના પોલીસ જવાનો, મહિલા PSI, CRPFની ટુકડી તૈનાત કરાઈ છે. સાથે જ મેટલ ડીટેક્ટર, CCTV કેમેરા સહિતના અદ્યતન ઉપકરણો ગોઠવાયા છે. આ સાથે જ જિલ્લા કલેક્ટર, SP સહિતના અધિકારીઓ પણ મતદાન મથકે હાજર રહ્યા છે.


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ખાતે પુનઃ મતદાન પ્રક્રિયામાં મતદારોની લાઈનો જોવા મળી રહી છે.  અનેરા ઉત્સાહ સાથે મતદારો  મતદાન કરી રહ્યા છે.  વિડીયો વાયરલ થતા પુનઃમતદાન માટેની સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત આજે  મતદાન યોજવામાં આવી રહ્યું છે.  


પરથમપુર મતદાન મથક ખાતે 1224 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મહીસાગર જિલ્લાના પરથમપુર મતદાન મથક ખાતે અત્યાર સુધીમાં 17.56 ટકા મતદાન નોંધાયુ છે.  મતદાન મથક ખાતે મતદારોની લાંબી લાંબી લાઈનો લાગી છે. 


દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારના મતદાન મથકનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ હાથમાં EVM મશીન સાથેનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આ બૂથ પર ફેરમતદાનનો ચૂંટણી પંચે નિર્ણય કર્યો હતો. આ મામલે પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.