Gujarat Rain Live Update:રાજ્યમાં મેઘરાજાની જમાવટ, સૌરાષ્ટ્ર, દક્ષિણ મધ્યમાં વરસાદનો અનુમાન
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ હજુ પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 188 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
મોરબીના હળવદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જોરદાર પવન, વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. પરિમલ ગાર્ડન , એલીસબ્રિજ અને પાલડી વિસ્તારમાં વરસાદ છે.
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. ધનસુરા પંથકમાં ધોધમાર વરસાદ છે. અંબાસર,વડાગામ, નવલપુર, રામપુર સહિતના વિસ્તારમાં મેઘ મહેર થઈ છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ શહેરમાં હાલ વરસાદ શરૂ થયો છે. શહેરના એસ.જી.હાઈવે, પકવાન ચાર રસ્તા, થલતેજ, બોડકદેવ, જજીસ બંગલો, પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી છે, જેના કારણે બપોરે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવી રહ્યા છે. વરસાદના કારણે જજીસ બંગલો, એસજી હાઈવે સર્વિસ રોડ પર પાણી ભરાવાનું શરૂ થયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્યમાં બેથી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનો અનુમાન છે. જામનગર ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો અમદાવાદ ગાંધીનગરમાં પણ સામાન્ય છુટાછવાયા વરસાદથી લઇને મધ્યમ વરસાદનો અનુમાન છે.રાજ્યમાં અત્યાર સુધી 50% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે.
ગીરસોમનાથમાં બીજા રાઉન્ડમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ગીરસોમનાથમાં આજ અને કાલ માટે રેડ એલર્ટ આપ્યું છે. અહીં વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં છૂટછવાયો સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે
- 10 વાગ્યા સુધીમાં જામનગર તાલુકામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો
- 10 વાગ્યા સુધીમાં કચ્છના ભૂજમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો
- 10 વાગ્યા સુધીમાં દ્વારકાના કલ્યાણપુરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- 10 વાગ્યા સુધીમાં દ્વારકા તાલુકામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- 10 વાગ્યા સુધીમાં પોરબંદર તાલુકામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- 10 વાગ્યા સુધીમાં કચ્છના નખત્રાણામાં વરસ્યો સવા ઈંચ વરસાદ
- 10 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં વરસ્યો સવા ઈંચ વરસાદ
- 10 વાગ્યા સુધીમાં પોરબંદરના રાણાવાવમાં વરસ્યો સવા ઈંચ વરસાદ
- લાઠી, ગીર ગઢડા, સુરતના મહુવામાં સવા ઈંચ વરસાદ
- લખપત, બારડોલી, અબડાસા, વાસદામાં એક એક ઈંચ વરસાદ
- કુતિયાણા, ધ્રોલ, વલસાડમાં પોણો પોણો ઈંચ વરસાદ
- માંગરોલ, મોરબી, ખેરગામ, ઉનામાં અડધો અડધો ઈંચ વરસાદ
કચ્છ જિલ્લામાં પણ મેઘમહેર યથાવત છે. ભુજમાં વધુ દોઢ ઇંચ વરસાદ વરસ્યો, અહીં નખત્રાણામાં એક ઇંચ વરસાદ પડ્યો.આજે સવારના 6 વાગ્યાથી જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયા છે.કચ્છના વરસેલા વરસાદના કારણે કારણે ભુજના મોટા બંધ માં ધોધમાર પાણી ની આવક થઇ છે. જ્યારે જ્યારે ભુજના મોટા બંધમાં પાણી આવે છે ત્યારે ભુજની જનતામાં ઉત્સવ જેવો માહોલ હોય છે. લોકો આ બંધ પર ફરવા ઉમટે છે.
જામનગરમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અહી અનેક વિસ્તારના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. રામેશ્વરનગર તેમજ પટેલ વાડી સહિતના વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે.
વલસાડમાં ચોમાસાની એન્ટ્રી સાથે સારો વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધીમાં 30 ઇંચ વરસા વરસી ચૂક્યો છે. તિથલ રોડ, કચેરી રોડ, ટાવર વિસ્તાર, હાલર રોડ અને છીપવાડના આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.
વરસાદથી બનાસકાંઠામાં પાલનપુર-આબુ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ડાયવર્જન આપવું પડ્યું છે.. અમદાવાદથી આબુરોડ તરફ જતા વાહનોને એરોમા સર્કલથી ચંડીસર, ડાંગીયા, વાઘરોલ, ચિત્રાસણી સુધીનું ડાયવર્જન અપાયું છે. ભારે વરસાદના કારણે પાલનપુર હાઇવે પર પાણી ભરાયા છે ધીમીધારે વરસાદ વરસ્યો.
અરલ્લીમાં પણ મેઘમહેર યથાવતા છે. વરસાદના કારણે નદી-નાળામાં પાણીની ભારે આવક થતાં અરલ્લીમાં બાયડમાં ડાભા ગામ પાસે વાત્રક નદીનો ઝાંઝરી ધોધ જીવંત થયો. જિલ્લામાં અત્યાર સુધીનો 8 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
આગાહી મુજબ 12 જુલાઈ સુધીમાં ભારે વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 10થી 15 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. નવા નીરથી નદીઓ તોફાની બનશે.. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Rain Live Update:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ હજુ પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 188 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
આગામી ત્રણ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ, જામનગર, દ્વારકા, જૂનાગઢમાં સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરી છે. વરસાદને લઇને જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.40 કિ.મી પ્રતિ કલાકની પવન સાથે વરસાદની આગી કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ઓફ શોર ટ્રફ, સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યભરમાં આગામી 3થી 4 દિવસ વરસાદ પડવાનો અનુમાન છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આવતી કાલે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં મૂશળધાર વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 જુલાઈ સુધીમાં ભારે વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 10થી 15 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. નવા નીરથી નદીઓ તોફાની બનશે.. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ 40 લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારમાં વાવેતર થયું હતું. 20.25 લાખ હેક્ટરમાં સૌથી વધુ કપાસ, તો 13.28 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. 15.11 લાખ હેક્ટર જમીનમાં તેલિબીયાના પાકનું વાવેતર થયું છે.
ચોમાસાની સારી શરૂઆત ખરીફ પાકને ફળી છે. રાજ્યમાં 86 ટકા કપાસ, તો 70 ટકા મગફળીનું વાવેતર.. ધાન્ય પાકોનું સરેરાશ 8 ટકા, કઠોળ પાકોનું 11 ટકા વાવેતર થયું છે.ભારે વરસાદથી રાજ્યના જળાશયો પણ ઓવરફલો થયા છે. 27 જળાશયો હાઈએલર્ટ પર છે તો 11 એલર્ટ, તો 13 જલાશયો પર વોર્નિંગ પર છે. 206 પૈકી 155 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.ઉપરવાસમાં વરસેલા સારા વરસાદથી સરદાર સરોવર ડેમની જળસપાટી પહોંચી 122.84 મીટરે પહોંચી છે. ડેમમાં કુલ 57.31 ટકા જળસંગ્રહ છે. 23 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થતા વીજ ઉત્પાદનના CHPHના એક પાવર યુનિટને ચાલુ કરી દેવાયુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -