અમદાવાદઃ ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણ (Coronavirus) અને કોરોનાના કારણે થતાં મૃત્યુને ધ્યાનમાં રાખીને પોલીસે માસ્ક નહીં (No Mask) પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે માસ્ક નહીં પહેરનારાં લોકોને પકડવા માટે વાહન ચેકીંગ સઘન બનાવ્યું છે. આ સંદર્ભમાં ગુજરાત સરકારે (Gujarat Government) નિર્ણય લીધો હતો કે, માસ્ક પહેર્યું હોય તો એ સિવાયના નિ.મભંગ એટલે કે વાહનોના દસ્તાવેજ ન હોય કે આરટીઓના (RTO) અન્ય ગુના કર્યા હોત તો દંડ વસૂલવો નહીં. પોલીસને માત્ર માસ્ક માટે દંડ વસૂલવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) આદેશ આપ્યો હતો. કેબિનેટમાં લેવાયેલા આ નિર્ણય પ્રમાણે સરકારે પોલીસને સૂચના આપી હતી.
જો કે માત્ર બે જ દિવસમાં રૂપાણી સરકારે આ નિર્ણય ફેરવી તોળીને વાહનના દસ્તાવેજો ન હોય તો રૂપિયા 500થી 1000 રૂપિયાનો ઉચ્ચક દંડ વસૂલવા સૂચના આપી છે. સરકારે વાહન જપ્ત નહીં કરવા જણાવ્યું છે અને તેના બદલે દંડ વસૂલીને વાહનચાલકને જવા દેવાશે.
વિજય રૂપાણી સરકારે શનિવારે નિર્ણય કર્યો હતો કે, લોકોમાં માસ્ક પહેરવાની જાગૃતિ વધે એ માટે માસ્ક પહેરવાના નિયમના અમલ માટે સઘન પોલીસ સર્વેલન્સ થઇ રહ્યું છે ત્યારે ઘણા કિસ્સામાં વાહચાલકો પાસે વાહનના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી એવું ધ્યાનમાં આવ્યું છે. આ સંજોગોમાં આરટીઓના નિયમ અનુસાર વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો રૂપિયા અને ફોર વ્હીલર માટે 1000 રૂપિયાનો ઉચ્ચક દંડ વસૂલ કરાશે.
વાહનોના જરૂરી દસ્તાવેજો 15 દિવસમાં રજૂ કરી શકાશે એવો આદેશ પણ સરકાર દ્વાર આપવામાં આવ્યો છે. રૂપાણી સરકારે વધુ એક નિર્ણયમાં ત્રણ દિવસમાં યુ ટર્ન માર્યો છે. હવે નવા નિયમ મુજબ માસ્ક નહીં હોય તો પણ દંડ થશે અને વાહનચાલક પાસે પૂરતા દસ્તાવેજ નહીં હોય તો પણ રૂપિયા 500થી રૂપિયા 1000 સુધીનો દંડ ફટકારવામાં આવશે.