જૂનાગઢ:  જૂનાગઢ માર્કેટયાર્ડમાં  નવી મગફળીની આવક તથા ખેડૂતો સારા ભાવ મળવાથી ખુશખુશાલ થયા છે.  જૂનાગઢ યાર્ડમાં  19 જણસીની આવક નોંધાઈ હતી. જેમાં અડદ અને મગફળીની સાથે તુવેરના પણ ખૂબ જ સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરે છે, કારણકે ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે. જૂનાગઢ યાર્ડમાં ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળવાથી જગતનો તાત ખુશખુશાલ છે. આજે 85 ક્વિન્ટલ અડદની આવક સામે એક મણનો ઉંચો ભાવ 1895 રૂપિયા જ્યારે એક મણનો નીચો ભાવ 1500 રૂપિયા અને સામાન્ય ભાવ 1800 રૂપિયા નોંધાયો હતો.


તુવેર એક મણનો ઉંચો ભાવ 2519 રૂપિયા


જૂનાગઢ માર્કેટયાર્ડમાં તલનાં એક મણનાં 3250 રૂપિયા ભાવ રહ્યાં હતાં.  આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો. સારો ભાવ મળવાથી ખેડૂતો ખુખુશલા જોવા મળ્યા હતા. તુવેરની 224 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઉંચો ભાવ 2519 રૂપિયા અને એક મણનો નીચો ભાવ 2350 રૂપિયા તથા સામાન્ય ભાવ 2400 રૂપિયા નોંધાયા હતા.


ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે


જૂનાગઢ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઇ રહી છે. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે. ચાલુ વર્ષે મગફળીનાં સારા ભાવ રહ્યાં હતાં. હાલ યાર્ડમાં તલ, જીરુંનાં સાર ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે. જૂનાગઢ યાર્ડમાં આજે 110 ક્વિન્ટલ તલની આવક થઇ હતી. જેમાં તલનાં એક મણનાં ઉંચા ભાવ 3250 રૂપિયા બોલાયા હતાં. નીચા ભાવ 2800 રહ્યાં હતા અને સામાન્ય 3100 રૂપિયા ભાવ રહ્યાં હતાં.




મગફળીની સારી આવક થઇ


જૂનાગઢ યાર્ડમાં મગફળીની સારી આવક થઇ રહી છે. આજે યાર્ડમાં જાડી મગફળીનાં એક મણનાં ઉંચા ભાવ 1322 રૂપિયા બોલાયા હતાં અને નીચા ભાવ 1150 રૂપિયા અને સામાન્ય ભાવ 1230 રૂપિયા નોંધાયા છે. આ ઉપરાંત શીંગદાણાનાં એક મણનાં 1660 રૂપિયા ભાવ રહ્યો હતો અને નીચા ભાવ 1400 રૂપિયા રહ્યો હતો.


સોયાબીનનું જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ સારું વાવેતર થયું છે. જેના કારણે હાલ યાર્ડમાં સોયાબીનની આવક થઇ રહી છે. ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવી રહ્યાં છે. ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનનાં 939 રૂપિયા ભાવ બોલાયો હતો. જયારે સામાન્ય ભાવ 920 રૂપિયા રહ્યો હતો અને નીચા ભાવ 850 રૂપિયા રહ્યો હતો. જયારે સોયાબીનની 2660 ક્વિન્ટલ આવક થઇ હતી. આજે મેથીની પણ આવક નોંધાઈ હતી, જેમાં એક ક્વિન્ટલ મેથીની આવક સામે એક મણનો ઉંચો ભાવ 1054 એક મણનો નીચો ભાવ 800 અને સામાન્ય ભાવ 900 રૂપિયા નોંધાયો હતો.