Gujarat Heatwave: રાજ્યમાં બે દિવસથી આગ ઝરતી ગરમી (Heat)થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને હજુ પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને વલસાડમાં હીટવેવ (Heatwave)ની આગાહી કરવામાં આવી છે. શનિવારે રાજ્યના 6 શહેરોમાં ગરમી (Heat)નો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં 45.5 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. બનાસકાંઠા ડીસામાં પણ 45 ડિગ્રી તાપમાન (Weather) નોંધાયું. તો અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે 44 ડિગ્રીને પાર 44.5 ડિગ્રી તાપમાન (Weather) રહ્યું હતું અને આગામી 24 મે સુધી અમદાાવદમાં તાપમાન (Weather) 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.


અન્ય શહેરોમાં ગાંધીનગર અને રાજકોટમાં 44.5 ડિગ્રી, ભૂજમાં 44.1 ડિગ્રી, વડોદરા અને કંડલામાં 43.2 ડિગ્રી, અમરેલીમાં 43.4 ડિગ્રી, કેશોદમાં 42.5 ડિગ્રી તાપમાન (Weather) નોંધાયું હતું. તો બીજી તરફ સુરેંદ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ અને વલસાડમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાનુ અનુમાન છે કે 24 તારીખે તાપમાન (Weather) 44થી 45ની વચ્ચે રહેશે. તો 25 મેના 47 ડિગ્રી સુધી ગરમી (Heat)નો પારો પહોંચવાની શક્યતા છે.


દિવસે જ નહીં, રાત્રે પણ રાજ્યમાં આગ ઝરતી ગરમી (Heat)એ તમામ રેકોર્ડ તોડી રહી છે. શનિવારે મોટાભાગે પશ્ચિમ દિશાના ગરમ અને ભેજવાળો પવન ફુંકાયો હતો. ભેજવાળા પવનને લીધે રાજ્યના આઠ શહેરોમાં રાત્રે પણ સૌથી ગરમ શહેર રહી હતી. સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં શનિવારની રાત અત્યાર સુધીના ઈતિહાસની સૌથી ગરમ રાત રહી હતી. જ્યારે સુરતમાં છેલ્લા 136 વર્ષમાં સાતમી વખત અને અમદાવાદમાં 131 વર્ષના ઈતિહાસમાં બીજી સૌથી ગરમ રાત રહી હતી.


રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભેજવાળા ગરમ પવનની અસર શનિવારે સૌથી વધુ જોવા મળી હતી. રાજ્યના 11 શહેરોમાં એક બાજુ 42 ડિગ્રીને પાર ગરમી (Heat) રહી હતી. બીજી બાજુ સાત શહેરોમાં રાત્રે સૌથી વધુ ગરમી (Heat)નો અહેસાસ થયો હતો. 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહેનાર સુરેન્દ્રનગરમાં ઈતિહાસની સૌથી ગરમ રાત રહી હતી. સુરેન્દ્રનગરમાં છેલ્લા 40 વર્ષની સૌથી ગરમ રાત નોંધાઈ હતી. જ્યારે ગાંધીનગરમાં છેલ્લા 49 વર્ષમાં સૌથી ગરમ રાતનો રેકોર્ડ તોડ્યો હતો.


દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી (Heat) અને લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આકાશમાંથી અગનજ્વાળાઓ વરસતા અનેક શહેરોમાં ગરમી (Heat)નો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો છે. સમગ્ર ઉત્તર ભારત પર ગરમી (Heat)નું મોજું ફરી વળ્યું છે. ગરમ પવનો અને લૂને કારણે લોકોના હાલ બેહાલ થયા છે. યૂપીના આગ્રામમાં પારો 46.9 ડિગ્રીને પાર થતા દેશનું સૌથી ગરમ શહેર રહ્યું છે. રાજસ્થાનના બાડમેર અને પંજાબના કેટલાક શહેરોમાં ગરમી (Heat) ભઠ્ઠીમાં ફેરવાયા. તેમાં પણ પંજાબના સમરાલામાં ગરમી (Heat)એ 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. તાપમાન (Weather) 46.3 ડિગ્રી નોંધાયું છે. તો ચંદીગઢમાં 44.5 ડિગ્રીતાપમાન (Weather) નોંધાયું છે. આગામી ચાર દિવસ હીટવેવ (Heatwave)ની આગાહી કરવામાં આવી છે. તો 9 રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવ (Heatwave)નું એલર્ટ અપાયું છે. જેમાં દિલ્લી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.