ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ભારે રફતારથી આગળ વધી રહ્યા છે. કેસની સંખ્યામાં ઉછાળો આવતા દૈનિક કેસની સરખામણીએ સાજા થનાર દર્દીની સંખ્યામાં ઘણી ઓછી નોંધાઈ રહી છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો રિકવરી રેટ ઓછો છે. દેશના 2 લાખ કરતા વધુ કેસ ધરાવતા કુલ 18 રાજ્યો છે. જેઓના રિકવરી રેટની સરખામણીએ ગુજરાતનો 15મો ક્રમ આવે છે.


માત્ર 18 રાજ્યોમાં ગુજરાત કરતા વધુ રિકવરી રેટ ધરાવતા રાજ્યોની સંખ્યા 14 છે. માત્ર 30 દિવસમાં ગુજરાતનો રિકવરી રેટ 97.72 ટકાથી ઘટીને 95.73 ટકાએ આવી ગયો છે. ગત 21 ફેબ્રુઆરીએ ગુજરાતનો રિકવરી રેટ 97.72 ટકા હતો. સૌથી વધુ બિહારમાં 99.19 ટકા દર્દીઓ સાજા થયા છે. જ્યારે સૌથી ઓછા પંજાબમાં માત્ર 88.38 ટકા દર્દીઓ સાજા થયા છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  ગઈકાલે રાજ્યમાં 1255   દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318  એક્ટિવ કેસ છે, જેમાંથી 76   લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે.


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2  અને સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે.   રાજ્યમાં અત્યાર સુધી કુલ 4458 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1730  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4   લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 502, સુરત   કોર્પોરેશનમાં 476, વડોદરા કોર્પોરેશનમાં 142,  રાજકોટ  કોર્પોરેશનમાં 117, સુરતમાં 101, ખેડા 24, જામનગર કોર્પોરેશન 23, રાજકોટ 23,ગાંધીનગર કોર્પોરેશન -20, વડોદરા 20, કચ્છ 19, ભાવનગર કોર્પોરેશન 18,  ગાંધીનગર 16, મહેસાણા 16, આણંદ 15, ભરૂચ 15, પાટણ 15, દાહોદ 14, સાબરકાંઠા 14, ભાવનગર 13, જામનગર 13, નર્મદા 13, અમરેલી 11, મોરબી 10, બનાસકાંઠા અને મહીસાગરમાં 9-9 કેસ નોંધાયા હતા.


ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 383, સુરત કોર્પોરેશનમાં 302, વડોદરા કોર્પોરેશનમાં 122, રાજકોટ કોર્પોરેશનમાં 84,  સુરતમાં 19, ખેડા 41, ભાવનગર કોર્પોરેશન 14, પંચમહાલમાં 22, સાબરકાંઠા 23, મહેસાણા 25, રાજકોટ 14, વડોદરા 20, જામનગર કોર્પોરેશન 10, કચ્છ 17 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  ગઈકાલે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,94,277  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,09,464 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં ગઈકાલે કુલ 2,25,555 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172  વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.