ગાંધીનગર: ગુજરાત પોલીસમાં મોટાપાયે ભરતી કરવામાં આવશે. પોલીસની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે.  રાજ્ય સરકાર 12,472 જગ્યાઓ પર પોલીસ ભરતીઓ બહાર પાડવામાં આવી છે. 

હર્ષ સંઘવીએ ભરતી અંગે જાહેરાત કરી 

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા 'X' પર પોસ્ટ કરીને આ અંગે જાહેરાત કરાઈ છે. તેમણે 'X' પર લખ્યું કે, ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશખબર ! રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કુલ 12,472 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાઓ. દેશસેવાનું એમનું સપનું થશે સાકાર, ગુજરાત પોલીસમાં નવી ભરતી સાથે અનેક યુવાનોને મળશે આવકાર! 

સંવર્ગ ખાલી જગ્યાની વિગત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) 316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) 156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1000
(એસ.આર.પી.એફ.) (પુરૂષ)  
જેલ સિપોઇ (પુરૂષ) 1013
જેલ સિપોઇ (મહિલા) 85
કુલ 12472


પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.  

ઓનલાઈન કરી શકાશે અરજી

LRD અને PSI સદર્ભે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ 4 એપ્રિલ 2024થી થશે. https://ojas.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકાશે. અરજી કરવાની તારીખે વેબસાઈટ પર પબ્લિશ કરાશે. LRD માટે ધોરણ 12 પાસ અને PSI માટે ગ્રેજ્યુએટ હોવું જરુરી છે.  LRDમાં પહેલા ફિઝિકલ પરીક્ષા, ફિઝિકલ ઉતીર્ણ થનાર ઉમેદવારને 200 માર્ક્સની MCQ પરીક્ષા આપવાની રહેશે. તેમાં CBRTની સંભાવના છે. 200 માર્ક્સની પરીક્ષા માટે 180 મિનિટ (3 કલાક)નો સમય આપવામાં આવશે.