અમદાવાદઃ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જાહેર કરાયેલા પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલમાં ગુજરાત પોલીસના 19 જવાનોને પસંદ કરાયા છે. ગુજરાત પોલીસના આ જવાનોને બે વિશિષ્ટ સેવા મેડલ અને 17 પ્રસંશનીય સેવા મેડલ જાહેર કરાયા છે. આ મેડલ મેળવનારામાં એક આઈપીએસ અધિકારી

  નાયબ પોલીસ અધિક્ષકબે પોલીસ ઈન્સ્પેકટર સહિત 19 જવાનોનો સમાવેશ થાય છે.


પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મેડલની સાથે ગૃહ મંત્રાલય દ્વારા પોતાની જીંદગી જોખમમાં મુકીને જીવ બચાવનાર પોલીસ જવાનને જીવનરક્ષા મેડલ પણ જાહેર કરવામાં આવ્યો છે. તૌકતે વાવાઝોડા સમયે ગુજરાતના દરીયા કાંઠે ત્રણ બોટમાં ફસાયેલા આઠ ક્રૂ મેમ્બરના જીવ બચાવનાર ગીર સોમનાથ જિલ્લાના એઅસઆઈ જગદીશભાઈ દાનાભાઈ મકવાણાને પણ ઉત્તમ જીવનરક્ષા પદક એનાયત કરવામાં આવશે.


ગુજરાતમાંથી વિશિષ્ટ સેવા મેડલ કાયદો અને વ્યવસ્થાના એડીજીપી નરસિંમ્હા એન. કોમાર અને અમદાવાદ શહેર પોલીસના એએસઆઈ ભરતસિંહ દોલતસિંહ વાઘેલાને આપવાની જાહેરાત કરાઈ છે.


પ્રસંશનીય સેવા મેડલ મેળવનાર અધિકારી અને જવાનોમાં આઈબીના ડીવાયએસપી વી.જે.રાઠોડસુરત શહેરના ડીવાયએસપી ડી.જે.ચાવડાપાટણના ડીવાયએસપી સી.એલ.સોલંકીસુરેન્દ્રનગરના ડીવાયએસપી આર.બી.દેવધાએસઆરપી જુથ-17 ચેલાના ડીવાયએસપી એન.એમ.પટેલએસઆરપી જુથ-ર ના ડીવાયએસપી વી.એ.પરમાર એમ છ ડીવાયએસપીનો સમાવેશ થાય છે.


 પ્રસંશનીય સેવા મેડલ મેળવનારા પોલીસ ઈન્સ્પેક્ટર્સમાં એસઆરપી જુથ-રના પોલીસ ઈન્સ્પેકટર ડી.જે.આહીરપોલીસ ભવન તકનીકી સેવાઓના વાયરલેસ પોલીસ ઈન્સ્પેકટર ડી.કે.કોષ્ટીનો સમાવેશ થાય છે.


આ ઉપરાંત  એસઆરપી જુથ-ર સૈજપુરના પીએસઆઈ આર.ડી.રણાવતખેડાના એએસઆઈ મહેશકુમાર કાલીદાસ રાઠોડઆણંદના એએસઆઈ મહંમદ યુસુફ ઈસ્માઈલભાઈ શેખસુરત શહેરના એએસઆઈ પંકજભાઈ બાબુભાઈ પટેલઅમદાવાદ ગ્રામ્યના એએસઆઈ જગદીશભાઈ મેવાભાઈ રબારીઅમદાવાદ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ પ્રહલાદસિંહ રતનસિંહ મકવાણાસુરત શહેરના એએસઆઈ વિજયભાઈ બહાદુરસિંહ ડોડીયાઅમદાવાદ શહેરના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ વેલુભાઈ ગોહીલ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ જીવાભાઈ પટેલને પ્રસંશનીય સેવા મેડલ અપાશે.  


આ પોલીસ અધિકારી તથા જવાનોને આગામી દિવસોમાં આ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે. રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ પણ રાષ્ટ્રપતિના પોલીસ મેડલ મેળવનાર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.