Gram Panchayat Election Result 2025: રાજ્યમાં 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ છે આજે કુલ 8326 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જો કે તેમાંથી 751 બિનહરીફ જાહેર થઇ છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કુલ 751 ગ્રામ પંચાયતમાં ચૂંટણી વિના જ સરપંચ અને સભ્યો નક્કી થઇ ગયા છે. તેમાં ભાવનગર સૌથી આગળ છે. અહીં 102 ગ્રામ પંચાયત બિન હરીફ જાહેર થઇ છે. તે જામનગર 60 અને બનાસકાંઠામાં 59 પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે.
ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયું હતું .મદાવાદ જિલ્લામાં 9 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં પાંચ તાલુકામાં કુલ મળીને 15 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. વિરમગામમાં જાદવપુરા, શિવપુરા, ચંદ્રનગર, ડુમાણા, કાળીયાણા અને થોરીવડગાસ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, તો ધોલેરામાં આંબલી, કાદીપુર, ગોગલા, પીપળી અને સરસલાપરા ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. દેત્રોજ-રામપુરાની કાંત્રોડી અને જેઠીપુરા, ધોળકાની ભવાનપુરા તથા સાણંદની લીલાપુર ગ્રામ પંચાયત સમરસ થઈ છે.
સાબરકાંઠા જિલ્લામાં 231 સામાન્ય અને 7 પેટા ચૂંટણી મળી કુલ 238 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. 22 જૂનના રોજ યોજાયેલા મતદાનમાં સામાન્ય ચૂંટણીમાં 64.11 ટકા અને પેટા ચૂંટણીમાં 60.59 ટકા મતદાન નોંધાયું હતું.મતગણતરી પ્રક્રિયામાં 700થી વધુ કર્મચારીઓ જોડાશે. જિલ્લાના આઠ તાલુકા મથકે અલગ-અલગ સ્થળોએ મતગણતરી હાથ ધરાશે. હિંમતનગરમાં સરકારી પોલીટેકનીક કોલેજમાં, ઇડરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં, પ્રાંતિજમાં વી.એસ.રાવલ પીટીસી કોલેજમાં અને તલોદમાં સી.ડી.પટેલ હાઈસ્કૂલમાં મતગણતરી થશે.ખેડબ્રહ્મામાં તાલુકા સેવા સદનમાં, વડાલીમાં શેઠ સી.જે.હાઈસ્કૂલમાં, પોશીનામાં તાલુકા સેવા સદનમાં અને વિજયનગરમાં એમ.એસ.હાઈસ્કૂલમાં મતગણતરી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.જિલ્લામાં કુલ 21 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. વિજયનગર તાલુકામાં 2, ઇડર તાલુકામાં 7, હિંમતનગરમાં 3, પ્રાંતિજમાં 2 અને તલોદ તાલુકામાં 7 પંચાયતો સમરસ જાહેર થઈ છે. પ્રાંતિજ અને તલોદ પોલીસે મતગણતરી દરમિયાન વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.