ગુજરાતમાં ખાતર અને દવાઓના ભાવ વધારાને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. યુરિયા ખાતર સહિતના ડીએપી ખાતરના ભાવોમાં જંગી વધારો થઈ રહ્યો છે તો ખેતીમાં ઉપયોગમાં લેવાતી દવાઓના ભાવોમાં છેલ્લા 1 વર્ષમાં સરેરાશ 25 ટકા ભાવ વધારો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને ખેતીના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે પણ પાકોના ભાવ નહિ વધતા સરકારને જરૂરી સહાય કરવા અપીલ કરી રહ્યા છે.


ખેડૂતો ખેતીમાં વાપરતા ખાતર અને દવાઓના ભાવમાં વધારાને લઈ ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ખેતી માટે જરૂરી યુરિયા ખાતર સહિતના ડીએપી ખાતરમાં ભાવ વધારો થઈ રહ્યો છે. તો સાથેજ ખેત ઉપયોગી દવાઓના ભાવમાં પણ વર્ષમાં 20 થી 25 ટકા ભાવ વધારો થયો છે..દવાઓના ભાવો વધવા સાથે વેપારીઓનું કમિશન પણ ઘટતું હોવાનું વેપારી ની રજૂઆત કરી રહ્યા છે અને ખેડૂતોને સરકાર મદદ કરે એવી રજૂઆત પણ કરી રહ્યા છે.


રાજ્યના ખેડૂતોને ખેતી કરવામાં ખર્ચ વધ્યો પણ ઉત્પાદન ના ભાવમાં વધારો નહિ થતાં મુશ્કેલીઓ પડી રહી છે. પેહલા ખેતીમાં ખર્ચ ઓછો અને પાકોનું ઉત્પાદન વધારે થતું હોવાની ખેડૂતો વાત કરી રહ્યા છે. ખાતર અને દવાઓના ભાવ સામે પાકોના પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો સરકાર યોગ્ય સહાય કરે એવી રજૂઆત કરી રહ્યા છે. સરકાર પોતાની જાહેરાતો અને મિટિંગોમાં ખર્ચ કરવાના બદલે ખેડૂતોને સહાય કરે ની રજૂઆત કરી રહ્યા છે. સરકાર જાતે આવીને ખેડૂતોની વ્યથા જોવે તો જ પરિસ્થિતિ નો ખ્યાલ આવશે એસી ઓફીસોમાં  બેસીને નિર્ણયો કરવાથી ખેડૂતોનું ભલું નહીં થાય એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જો આવું જ ચાલશે તો ખેડૂત ખેતી છોડી અન્ય વ્યવસાયમાં જવા મજબુર બનશે ની વ્યથા ખેડૂતો ઠાલવી રહ્યા છે. ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે ત્યારે ખેડૂતોને પડતી મુશ્કેલીઓને દૂર કરવી એ સરકારની પ્રાથમિકતા હોવી પણ જરૂરી છે.


ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા માટે સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી મોદી સમક્ષ રજૂઆત કરી છે. શક્તિસિંહ ગોહિલના મતે આઝાદી પછીના ઈતિહાસમાં આવો ખાતરમાં ભાવવધારો ક્યારેય નથી થયો. જીએસટીમાં ઘટાડો કરી અને ખેડૂતોને સસ્તા ભાવે ખાતર પૂરું પાડવું જોઈએ. સરકારે ડીએપી ખાતરની 50 કિલોની બેગમાં 58 ટકાનો ભાવ વધારો કર્યો છે. DAP ખાતરનો ભાવ 1900 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. તો NPK ખાતરમાં 50 કિલોની બેગમાં 51 ટકા અને NP ખાતરમાં 46 ટકાનો વધારો કરાયો છે.