જામનગર: જામનગર ભાજપ કાર્યાલય ખાતે આજે લોકસભાની બેઠકની સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રમણ વોરા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા છે.



સેન્સ પ્રક્રિયામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ જામનગર બેઠક પર દાવેદારી નોંધાવતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. સેન્સ પ્રક્રિયામાં રીવાબા હાજર રહ્યા હતા.



જામનગર બેઠક માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં જામનગર, રાજકોટના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રીવાબાએ દાવેદારી નોંધાવી છે. થોડા સમય પહેલા જ રીવાબા ભાજપમાં જોડાયા હતા. તેમજ રીવાબા ગુજરાત રાજપૂત કરણી સેનાના મહિલા પાંખના પ્રદેશ અધ્યક્ષ પણ છે.