અમદાવાદઃ ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસની શરૂઆત થઈ ગઈ છે. 8 નવેમ્બરે પ્રધાનમંત્રીના હસ્તે થશે વર્ચ્યુઅલ શુભારંભ થયો છે. અત્યાર સુધી 8 હજાર પ્રવાસીઓએ બુકીંગ કરાવ્યું છે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ સરળ બનશે. વડાપ્રધાન મોદીનાં ડ્રીમ પ્રોજજેક્ટ હજીરા-ઘોઘા રોરો ફેરી સર્વિસની શુભ શરૂઆત આજથી થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યુ હતું. વડાપ્રધાને હજીરાના નવનિર્મિત પોર્ટ ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું હતું.
નોંધનીય છે કે, રો-પેક્સ સર્સિવમાં મુસાફરોની સાથે સાથે વાહનો જેમ કે મોટરસાઈકલ, કાર, બસ અને ટ્રકને પણ લઈ જઈ શકાશે. આ સર્વિસથી બન્ને સ્થળનું અંતર 370 કિમીથી ઘટીને 60 કિમી થઈ જશે. અગાઉ આ મુસાફરીમાં 12 કલાકનો સમય લાગતો હતો જે હવે ઘટીને 4 કલાક થઈ જશે. બીજી બાજુ સવારે ફેરીમાં બેસીને ભાવનગરથી સુરત જવા નીકળનાર સાંજ સુધીમાં પાછા ફરી શકશે. જોકે એક કલાકમાં કામ પુરુ થઈ શકે એમ હોય તો જ શક્ય બનશે કારણ કે, બપોરે હજીરા પહોંચતી ફેરી અથવા હજીરાથી ઘોઘા પહોંચતી ફેરી માત્ર એક કલાકમાં જ પાછી ફરશે. જ્યારે સાંજે ફેરી જે બંદરે પહોંચશે ત્યાં નાઈટ હોલ્ટ કરી બીજા દિવસે સવારે પાછી રવાના થશે.

5 વ્યક્તિનો પરિવાર સુરતથી ઘોઘા રો પેક્સ ફેરી, બાય રોડ જાય તો સિંગલ ટ્રીપમાં થનારો ખર્ચ

ટ્રાન્સપોર્ટ રો પેક્સ પેટ્રોલ કાર (5 વ્યક્તિ) ડીઝલ કાર (5 વ્યક્તિ) સીએનજી કાર (5 વ્યક્તિ)
મુસાફરી ખર્ચ રૂ. 2625 રૂ. 2000 રૂ. 1670 રૂ. 750
ટોલ ફી - રૂ. 350 રૂ. 350 રૂ. 350
વ્હીકલ ખર્ચ રૂ. 1200 - - -
કુલ રૂ. 3825 રૂ. 2350 રૂ. 2020 રૂ. 1100
પ્રતિ વ્યકિત ખર્ચ રૂ. 765 રૂ. 470 રૂ. 404 રૂ. 220

2 વ્યક્તિનો બાઈક લઈને બાય રોડ અને રો પેક્સમાં જવાનો ખર્ચ

મુસાફરી રો પેક્સ રોડ
ટિકિટय/પેટ્રોલ રૂ.1050 રૂ.600
બાઈક રૂ.350 -
કુલ રૂ.1400 રૂ. 600
પ્રતિ વ્યક્તિ રૂ.700 રૂ.300

ટિકિટના ભાવ

મુસાફર (જનરલ, એક્ઝિક્યુટિવ,લૉન્જ ક્લાસ) રૂ. 525થી 1500
મોટરસાઈકલ રૂ. 350
કાર રૂ. 1200થી 1350
ટેમ્પો રૂ. 4000
બસ રૂ. 5000
ટ્રક રૂ. 7500થી 15000