સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત્રિથી પરોઢ સુધી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવા મિશ્ર વાતાવરણના કારણે લોકો વાઈરલ ઈંફેક્શન સહિતના રોગનો ભોગ બની રહ્યા છે.
હવામાન વિભાગના મુજબ દીવાળી બાદ રાજ્યમાં કાતીલ ઠંડીનો દોર શરૂ થશે. ગુજરાતમાં પડતી ઠંડી જમ્મૂ-કશ્મીરમાં પડતી હિમવર્ષા અને ત્યારબાદ ઠંડા પવન પર આધારિત છે. હાલ કશ્મીરમાં સામાન્ય હિવર્ષા શરૂ થઈ છે. જેમ જેમ તેમા વધારો થશે તેમ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.