ભાજપમાં વેલકમ પાર્ટીનો દૌર યથાવત છે. કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે, તેમના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું હોવાનું કારણ સામે આવ્યું હતુ.  રોહન ગુપ્તા AICCના આઈટી સેલના ચેયરમેન રહી ચૂક્યાં છે. ઉલ્લેખનિય છે કે, રોહન ગુપ્તા પર કોંગ્રેસે અનેક આરોપ લગાવ્યા હતા. આ પહેલા કોંગ્રસ નેતા હેમાંગ રાવલે રોહન ગુપ્તા પર પક્ષ વિરોધી પ્રવૃતિનો આરોપ લગાવ્યો હતો ઉપરાંત રોહન ગુપ્તા  પહેલાથી ભાજપના સંપર્કમાં હોવાના આરોપ તેઓ  લગાવી  ચૂક્યાં છે. નોંધનિય છે કે, રોહન ગુપ્તા હાલ દિલ્લીમાં ભાજપના મુખ્ય કાર્યલયમાં પહોંચ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં  રોહન ગુપ્તા  ભાજપમાં જોડાશે. રોહન સાથે અન્ય ત્રણ નેતા પણ કેસરિયા કરી શકે છે, રોહન ગુપ્તા પિતા પણ કોંગ્રેસના નેતા હતા અને બાદ તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. 


સતત રોહન ગુપ્તા પર આરોપ લગાવનાર કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે વ્યંગ સાથે  આ મામલે વ્યક્ત  ખુશી વ્યક્ત કરી હતી. હેમાંગ રાવલે   કહ્યું કે, રોહન ગુપ્તા  કોંગ્રેસ માટે ક્યારે વફાદાર નહોતા, તેઓ પક્ષની માહિતી લીક કરતા હતા. .રોહન ગુપ્તા માત્ર વેપારી અને ધંધાર્થી નેતા છે. ઉલ્લેખનિય છે કે, 21 માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી  રાજીનામું આપ્યું હતું.  આ સમયે તેમણે પિતાની નાદુરસ્ત તબિયતનું  કારણ દર્શાવ્યું હતું. 


રોહન ગુપ્તાએ 21 માર્ચે રાજીનામું આપ્યું ત્યારે શું કહ્યું હતુ?


 રોહન ગુપ્તાએ કહ્યું કે, મારા અને મારા પરિવાર માટે કપરો કાળ છે. વ્યક્તિગત જીવનમાં સિનિયર નેતાઓએ આરોપ કર્યા. છેલ્લા ત્રણ દિવસથી છબી ખરડવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. એક નેતાના અહંકારી, અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે. મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી છે. મારી નમ્રતાને મારી નબળાઈ ન ગણવી જોઈએ. મે મારી ઉમેદવારી પાછી ખેંચીને રાજીનામાનો  મુશ્કેલ નિર્ણય લીધો હતો.