Lok Sabha Election 2024: રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત જંગ જામ્યો છે, લોકસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં છે, ત્યારે રાજ્યમાં સૌથી મોટો જંગ બનાસકાંઠા બેઠક પર લડાઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અહીં ભાજપ અને કોંગ્રેસના બન્ને મહિલા ઉમેદવારો આમને સામને છે. ભાજપે રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર હાલમાં જ આક્રમક અંદાજમાં ભાજપ અને પોલીસ તંત્ર પર ત્રાટક્યા છે. ગેનીબેને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ચૂંટણી સમયે જ પોલીસ કાર્યવાહી કરી છે અને ઠાકોર સમાજને દબાવે છે.
હાલમાં જ પોલીસે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પર પ્રહાર કર્યા છે. ગેનીબેને કહ્યું કે, ચૂંટણી સમયે જ પોલીસ ઠાકોર સમાજને દબાવે છે. બે વર્ષ જુના કેસમાં અઠવાડિયા પહેલા પોલીસે કાર્યવાહી કરી છે. શું પોલીસને બે વર્ષ સુધી કાર્યવાહીનો સમય ના મળ્યો. આ સાથે ગેનીબેને ડેરીના રૂપિયાનો ઉપયોગ ચૂંટણીમાં થતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર ખુબ આક્રમક અંદાજમાં પ્રચાર કરી રહ્યાં છે. ભાજપના રેખાબેન ચૌધરી અને ભાજપને તમામ સભાઓમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આડેહાથે લઇ રહ્યાં છે. હાલમાં જ ગેનીબેને મોટો આરોપ લગાવ્યો છે. તેમને ફરી એકવાર પોલીસ ઉપર આક્ષેપો કર્યા છે. ગેનીબેને આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણી ટાણે જ પોલીસ ઠાકોર સમાજને દબાવવા માંગે છે. કદાચ ગુલાબભાઈ અને ઠાકરશીભાઈનો હવે વારો આવશે, હું તો કહું છું કે બધા વતી મારો વારો લાવો ને. હાલમાંજ બનાસકાંઠામાં પોલીસે બે વર્ષ જુના એક કેસમાં અઠવાડિયા પહેલા જ કાર્યવાહી કરી છે. જેના પર ગેનીબેને કહ્યું કે, પોલીસને બે વર્ષ સુધી શું કાર્યવાહી કરવાનો સમય ન હતો મળ્યો. ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજને પોલીસ દબાવે છે. ગેનીબેને આ દરમિયાન ડેરીના પૈસા ચૂંટણીના સંમેલન થતા હોવાના પણ આરોપા લગાવ્યા છે.
કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર? (Female Dabangg Leader Ganiben Thakor?)
ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.