Corona Guideline:દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન દરરોજ સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે બમણી થઈ ગઈ છે. શુક્રવારે દેશમાં કોરોનાના 3,095 નવા કેસ નોંધાયા છે.તો રાજ્યમાં  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 381 નવા કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ 6 દેશમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે RTPCR  ટેસ્ટ ફરિજયાત કરવામાં આવ્યો છે.


રાજ્યમાં વધતા જતું કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સતર્ક બની છે, કોરોનાનું સંક્રમણ રોકવા માટે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ટ્રેકિંગના આદેશ આપ્યાં છે. ખાસ કરીને 6 દેશોમાંથી આવતા દરેક પ્રવાસી માટે RTPCR  ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ 6 દેશોમાં ચીન, સિંગોપોર, હોંગકોંગ,જાપાન, કોરિયાથી આવતા પ્રવાસી માટે RTPCR  ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કોરોનાની નવી ગાઇડલાઇન્સ મુજબ એરસુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનું રહેશે.


રાજ્યમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાની સ્થિતિ


 ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 381 નવા કેસ નોંધાયા છે. જ્યારે 269 દર્દીઓએ કોરોનાના મ્હાત આપી છે. આમ ગઈકાલ કરતા આજે કોરોનાના નવા કેસમાં આશિંક ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે રાજ્યમાં કોરોનાના કેસ 400ને પાર પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં રાજ્યમાં 12,68,563 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.


જો આપણ શહેર પ્રમાણે કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા  24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 123 સંક્રમિત કેસ નોંધાયા છે જ્યાકે સુરતમાં 32, રાજકોટમાં 23, મોરબીમાં 35, વડોદરામાં 38, જૂનગાઢમાં 2, મહેસાણામાં 25, અમરેલીમાં 7, કચ્છમાં 2, બનાસકાંઠામાં 3, આણંદમાં 9, ગાંધીનગરમાં 3, સાબરકાંઠામાં 11, વલસાડમાં 4, જામનગરમાં 2, પોરબંદરમાં 3, સુરેન્દ્રનગરમાં 2, ભરૂચ 8, છોટાઉદેપુરમાં 3, પાટણમાં 1, નવસારી 5 કેસ, દાહોદ 1 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે.


ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક


ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-૧૯ ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.  રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં  વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.  તદ્દ અનુસાર ,ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન ૨૬૮ ટેસ્ટિંગ કરવામાં આવે છે તેમજ કોવિડ -૧૯ પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ પણ કરાય છે.