વલસાડ: તિથલના દરિયાકિનારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. તિથલ દરિયા કિનારે આવેલ ચોપાટી પાસે અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. પાણીમાં ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવતા અરેરાટી મચી ગઈ છે. લાશ મળવાની વાતને લઈને ગ્રામજનોને પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા લાશનો કબજો લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવકની હત્યા થઈ છે કે, તેમણે આત્મહત્યા કરી છે તેની માહિતી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ જ સાચી હકિકત સામે આવશે. 


વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર ફરી પથ્થરમારો


વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ફરી શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. શહેરના કુંભરવાડા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. કુંભરવાળાથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું છે. તો બીજી તરફ પથ્થરમારો કરનાર બે વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. યાત્રા ફતેપુરા પહોંચતાં જ પથ્થરમારો શરુ થયો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા.


આ શોભાયાત્રામાં સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે, રામનવમીની શોભાયાત્રા દરમિયાન ફતેપુરા વિસ્તારમાં થયેલા પથ્થર મારાને વખોડ્યો હતો. સાંસદે રામનવમીના તહેવારમાં શહેરમાં શાંતિ અને ભાઈચારો જોવા મળે તેવી અપીલ કરી હતી.









 આજે ભગવાન શ્રીરામની જન્મજયંતિ રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં અનેક શહેરોમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. આ દરમિયાન વડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તારમાંથી રામજીની સવારી પસાર થતી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થર મારો થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિસ્તાર કોર્ડન કર્યો હતો. ઘટનામાં ટુ વ્હીલર ગાડીઓને નુકસાન થયું છે.


મસ્જિદ પાસેથી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે થયો પથ્થરમારો


મસ્જિદ પાસેથી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે પથ્થરમારો થતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જે બાદ એસઆરપીની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ કાબુમાં છે. ગયા વર્ષે રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં પણ પથ્થરમારો થયો હતો. હિન્દુ સગઠનના કહેવા મુજબ, કેટલાક તત્વોએ પહેલાથી જ સુનિયોજિત કાવતરું રચ્યું હતું.