દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે હોળી પર્વની ઉજવણી પર કેટલાક રાજ્યોએ રોક લગાવી છે. દિલ્લી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોએ હોળી પર્વની ઉજવણી પર ગાઇડલાઇન્સ જાહેર કરી છે. ગુજરારાત સરકારે પણ આ મામલે સ્પષ્ટતા કરતા માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકા મુજબ વૈદિક વિધિ વિધાનથી દર વર્ષની જેમ હોળી પ્રાગટ્ય કરી શકાશે. એટલે કે સરકારે હોળીના પ્રાગટ્યની મંજૂરી આપી છે. લોકો શેરી, મહોલ્લા, સોસાયટીમાં હોળી પ્રગટાવી શકશે અને દર્શન કરીને પરિક્રમા કરી શકાશે પરંતુ હોળી બાદ આવતા ધૂળેટીના તહેવારની ઉજવણી કરવાની મનાઇ ફરમાવી છે.


આ પહેલા પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હોળીની ઉજણવી અંગે સ્પષ્ટતા કરતા જાહેરાત કરી હતી કે, હોળીના પર્વ પર લોકો શેરી, મહોલ્લામાં વૈદિક વિધિ વિધાન સાથે હોળીનું પ્રાગટ્ય અને પૂજા વિધિ કરી શકશે પરંતુ બીજે દિવસે આવતા ધૂળેટીના પર્વની ઉજવણી પર રાજ્ય સરકારે રોક લગાવી છે. ધૂળેટીના દિવસે કોઇને ગુલાલ, પાણી કે અન્ય રંગો નહીં ઉડાડી શકાય એટલે રંગેથી રમવા પર રાજ્ય સરકારે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે.




હોળીના પર્વ દરમિયાન સરઘસ અને અન્ય જાહેર કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. હોળી પર્વ મુદ્દે સરકાર દ્વારા જાહેર થયેલી ગાઇડલાઇન્સ મુજબ હોળીના પ્રાગટ્ય સમયે પણ ત્યારબાદ દર્શન પૂજન માટે એકઠા થનાર લોકો કોરોનાની ગાઇડ ગાઇન્સનું પાલન કરવું પડશે. હોળીના પર્વની ઉજવણી સમયે માસ્ક સામાજિક અંતરનું પાલન કરવું ફરજિયાત રહેશે.


હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ન થાય તથા કોરોનાના સંબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકો તકેદારી રાખવાની રહેશે,