અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કારણે લોકડાઉ લાદવામાં આવતાં 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ખાનગી સ્કૂલોની ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ વખતે પણ કોરોનાના કારણે સ્થિતી ગંભીર છે અને રાજ્ય સરકારે સ્કૂલોને ઓફલાઈ શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવા આદેશ આપ્યો છે પણ આ વખતે ફી કેટલી હશે એ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી. સીબીએસઈ સ્કૂલોમાં 30 એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે ત્યારે સરકારે ફીમાં રાહત અંગે કોઈ નિર્ણય નથી લીધો તેથી વાલીઓ મૂંઝવણમાં છે. આ અંગે શિક્ષણ મંત્રાલય સ્પષ્ટતા કરે એવું સંચાલકો અને વાલીઓ ઈચ્છે છે.
રાજ્ય સરકારના આદેશના પગલે જિલ્લા શિક્ષાધિકારીઓએ સ્કૂલોને શૈક્ષણિક વર્ષ 2021-22 માટેની ફી નક્કી કરવા માટે પોતાની દરખાસ્ત કે એફિડેવિટ 31 માર્ચ સુધીમાં બીટ નિરીક્ષકોને આપવાનો આદેશ કર્યો છે પરંતુ 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા ન કરાતા સ્કૂલ સંચાલકોમાં પણ મૂંઝવણ છે.
સંચાલકોના જણાવ્યા પ્રમાણે, ડીઇઓએ સ્કૂલોને આવનારા શૈક્ષણિક વર્ષ માટેની ફી નક્કી કરવા માટેનો પરિપત્ર મોકલાયો છે અને તેમાં છેલ્લા ત્રણ વર્ષની ફીના આધારે અને હિસાબો મંગાવાયા છે. આ પરિપત્રમાં 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. સંચાલકોએ માગ કરી છે કે 25 ટકા માફ કરેલી ફીને ખોટ ગણવાની કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઇએ.
અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા પણ તમામ ખાનગી સ્કૂલોને પરિપત્ર મોકલાયો છે. દરેક સ્કૂલને સ્પષ્ટ સૂચના અપાઇ છે કે તમામ સ્વનિર્ભર સ્કૂલોએ વર્ષ 2021-22 માટે દરખાસ્ત કે એફિડેવિટ નક્કી કરેલા નમૂનામાં 31 માર્ચ સુધીમાં પોતાના એસવીએસ અધિકારીને આપવી. આ માટે સ્કૂલો પાસેથી 1 હજાર ચલણ, સ્કૂલ ઇન્ફોર્મેશન ફોર્મ, ટ્રસ્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઓથોરિટીની માહિતી, સ્કૂલ એફિલેશન લેટર, યુ ડાયસ ડિટેઇલ, ખર્ચ અંગેનું સર્ટિફિકેટ, ઓપ્શન એક્ટિવિટીની માહિતી, લેન્ડ ડોક્યુમેન્ટ વગેરે દસ્તાવેજો મંગાવાયા છે.
Surat: ક્યા મુસ્લિમ નેતાએ ઘેર-ઘેર ફરીને કોરોનાની વેક્સિન લેવા લોકોને સમજાવાનું મહાઅભિયાન છેડ્યું ?
Education Loan Information:
Calculate Education Loan EMI