જૂનાગઢઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ત્યારે દર વર્ષે દિવાળી પછી યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય. કોરોનાની સ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરે આ જાહેરાત કરી છે.
દર વર્ષે અગિયારસના દિવસથી લીલી પરીક્રમા શરૂ થાય છે. ગિરનારની તળેટીમાં 4 દિવસનો મેળો યોજાય છે તથા 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરે છે.
જૂનાગઢમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો સરકારે શું લીધો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Nov 2020 02:51 PM (IST)
ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય. કોરોનાની સ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરે આ જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -