કોરોના સંક્રમણને લીધે લોકડાઉન જાહેર કરાયું તે પહેલાં એટલે કે 22 માર્ચથી એસ.ટી.બસ સેવા બંધ કરાઇ હતી. એ પછી 20 મેથી હંગામી ધોરણે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી ફક્ત ઝોન વાઇસ બસ સેવા ચાલુ કરાઇ હતી. ત્યારબાદ અનલોક 1માં થોડી વધુ છૂટછાટ મળતા 1 જુનથી રાજ્યભરમાં કન્ટેન્મેન્ટ અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં બસ સેવા ચાલુ કરી દેવામાં આવી હતી.
હવે અનલોક 2માં રાત્રિ દરમિયાન એક્સપ્રેસ બસ સેવા પણ ચાલુ કરી દેવાનો નિર્ણય લેવાયો છે પણ બીજાં રાજ્યો માટેની બસ સેવા ચાલુ નહીં થાય. રાજ્યમાં આવતીકાલ એટલે કે 1 જુલાઇથી 2000 એક્સપ્રેસ બસો દોડતી થઇ જશે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.