Sabarkantha Crime News: રાજ્યમાં વધુ એક મોટી લાંચ રૂશ્વતની ઘટના સામે આવી છે, સાબરકાંઠા જિલ્લામાં બે પોલીસ કર્મચારીઓએ 10 લાખની લાંચ માંગી હોવાની વાત સામે આવી છે. જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનમાં બે પોલીસકર્મીઓ પર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે. હાલમાં આ બન્ને પોલીસકર્મી ફરાર છે. એસીબીએ આ બન્ને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. 


મળતી માહિતી પ્રમાણ, સાબરકાંઠા જિલ્લામાં વધુ એક મોટી રકમની લાંચ માંગવાની ઘટના સામે આવી છે. જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ અનુસાર, જાદર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી પર લાંચ રૂશ્વત લેવાનો આરોપ લાગ્યો છે. બન્ને પોલીસ કર્માચારીઓ પિયુષ પટેલ અને રમેશ રાઠોડ, એ ત્રણ અરજીના નિકાલ માટે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ ઘટનાને લઇને હવે એસીબીએ તપાસ શરૂ કરી છે. હાલમાં બન્ને આરોપી પોલીસકર્મી ફરાર થઇ ગયા છે. એસીબીએ બન્ને પોલીસકર્મીઓની શોધખોળ શરૂ કરી છે. ખાસ વાત છે કે આ સમગ્ર મામલામાં મોટા અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે. 


ક્રૂરતાભરી હત્યાઃ માતા-પિતા, ભાઇ-ભાભી, પત્ની અને બાળકો..... બધાને કૂહાડીથી કાપી નાંખ્યા, પછી શખ્સે ખુદ ખાઇ લીધો ગળાફાંસો........


મધ્યપ્રદેશમાંથી એક ક્રૂરતાભરી હત્યાની ઘટના સામે આવી છે, અહીં શખ્સે ક્રૂરતાની એટલી હદ વટાવી દીધી કે તેને ખુદના પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો. રાજ્યના છિંદવાડા જિલ્લામાં એક સામૂહિક હત્યાનો મામલો સામે આવ્યો છે. જિલ્લાની છેલ્લી સરહદે આવેલા આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારના માહુલઝિર પોલીસ સ્ટેશન હેઠળના બોદલકચર ગામમાં આદિવાસી પરિવારના 8 લોકોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. પરિવારના પુત્રએ કૂહાડીના ઘા મારીને બધાની હત્યા કરી નાખી. આ પછી તેને ખુદે પણ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પુત્ર દ્વારા કરવામાં આવેલી આ ક્રૂરતાભરી હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આદિવાસી પરિવારના એક યુવકે તેના માતા-પિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત પરિવારના આઠ લોકોની કૂહાડીના ઘા મારીને હત્યા કરી હતી. હત્યા બાદ તેણે આત્મહત્યા પણ કરી લીધી હતી.


મોડી રાત્રે ઘટી આ ભયાનક હત્યાકાંડની ઘટના 
આ ઘટના મંગળવારે મોડી રાત્રે 2-3 વાગ્યે બની હોવાનું કહેવાય છે. માહુલઝિર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાના પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.