Sabarkantha News: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરકાંઠા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી. બેંકના ચેરમેન પદે પ્રથમ વખત મહિલા પ્રતિનિધિને સુકાન સોંપવામાં આવ્યું છે. ચેરમેન પદે હંસાબેન મુકેશભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન પદે ભીખાજી ડામોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે.


સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો અને ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ગત 16 તારીખે ચૂંટણી યોજાઈ હતી જોકે ચૂંટણીમાં પણ અનેક વિવાદોથી ઘેરાયેલી હતી, પરંતુ ભાજપ સમર્પિત પેનલનો વિજય થયો હતો જેમાં આજે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ હતી, જોકે બેંકમાં ચૂંટાયેલા 18 પ્રતિનિધિઓ પૈકી એક પ્રતિનિધિ ગેરહાજર રહ્યા હતા તો જિલ્લા રજીસ્ટારના પ્રતિનિધિ પણ ગેરહાજર રહ્યા હતા, જોકે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે એક એક જ ઉમેદવારી પત્ર ભરાતા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ વરણી થવા પામી હતી, ચેરમેન પદે બેંકના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા ડિરેક્ટરને સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદે વરણી કરવામાં આવી હતી જોકે ભાજપ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેન માટેનું મેન્ડેડ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં હંસાબેન પટેલ સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર બેઠક પરથી પ્રતિનિધિત્વ કરે છે, જેઓને ચેરમેન પદે અને અરવલ્લી જિલ્લાના મેઘરજ બેઠકના ભીખાજી ડામોરને વાઇસ ચેરમેન પદે બિનહરી વરણી કરવામાં આવી હતી. જોકે ભાજપ સંગઠન દ્વારા બંને જિલ્લાની પ્રતિનિધિત્વ આપતા સમગ્ર વિવાદોનો અંત આવ્યો હતો અગાઉ પણ ડિરેક્ટર માટેની યોજાયેલી ચૂંટણી પણ અનેક વિવાદોથી ઘેરાયેલી હતી ત્યારે આખરે ચેરમેન અને વાઇસ ચેરમેન પદની નિયુક્તિ થતા હવે સહકારી રાજકારણમાં થયેલા ફેરબદલો અને વિવાદોનો અંત આવે છે, જોકે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ની સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 131 શાખાઓ કાર્યરત છે


હંસાબેન મુકેશભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકના પ્રથમ મહિલા ચેરમેન તરીકે આજથી કાર્યભાર સંભાળશે જોકે હંસાબેન મુકેશભાઈ પટેલ પણ અગાઉ ડિરેક્ટરની ચૂંટણી વખતે વિવાદોમાં સપડાયા હતા, હંસાબેન મુકેશભાઈ પટેલ પર વિવાદ એ છેડાયો હતો કે તેઓ મૂળ વતની હાંસલપુર ગામના છે જોકે તેઓ હિંમતનગર તાલુકાના ડેમાઈ ગામની સેવા મંડળીમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જોકે ડેમાઈ ગામના વતની નથી અને તેઓ ડેમાઈ ગ્રુપ સેવા સહકારી મંડળીના સભાસદ પણ ના હોવાનું વિવાદ હાલ પણ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે હાલ તો તેઓને ચેરમેન પદ પર નિયુક્ત કરવામાં આવે છે પરંતુ નામદાર હાઇકોર્ટ દ્વારા શું જજમેન્ટ આવે છે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે.