Sabarkantha News: ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતાનું નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. હિંમતનગર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઇ દેવજીભાઇ પટેલનું આજે 90 વર્ષની વયે નિધન થયુ છે. નાથાભાઇ દેવજીભાઇ પટેલ જનસંઘના સમયથી રાજનીતિમાં સામેલ હતા. કચ્છી કડવા પાટીદાર સમાજના અગ્રીમ હરોળના આગેવાન પણ ગણાતા હતા. મળતી માહિતી પ્રમાણે, આજે સાબરકાંઠા જિલ્લામાં બીજેપી સંગઠન અને સભ્યો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હિંમતનગર વિધાનસભા પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ દેવજીભાઈ પટેલનું 90 વર્ષની વયે નિધન થયુ છે. નાથાભાઇ પટેલ જન સંઘ સમયના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. આજે બપોર બાદ હિંમતનગરના નિવાસસ્થાનેથી નાથાભાઇ પટેલની અંતિમયાત્રા નીકળશે. પૂર્વ ધારાસભ્ય કચ્છી કડવા પાટીદાર સમાજમાં અગ્રીમ હરોળના આગેવાન ગણાતા હતા, જેના કારણે હવે સ્થાનિક સમાજમાં તેમની ખોટ પણ વર્તાશે.


સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાશે, ચૂંટણી અધિકારીએ શરૂ કરી મતદાર યાદીની કાર્યવાહી


સાબરકાંઠામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનું આર્થિક કરોડરજ્જૂ ગણાતી સાબરડેરીમાં ચૂંટણીનીને લઇને તૈયારીઓ શરૂ કરાઇ છે. સાબરડેરીના નિયામક મંડળની બહુ જલદી ચૂંટણી યોજાશે, આ માટે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર દ્વારા મતદાર યાદીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેને 9 ફેબ્રુઆરી સુધી પુરી કરવામાં આવશે, ત્યારબાદ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થઇ શકે છે. હાલમાં જ અપડેટ મળી રહ્યું છે કે, સાબરકાંઠા જિલ્લાની મોટી ડેરી સાબરડેરીમાં ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લાની દૂધ ડેરી સાબરડેરીમાં નિયામક મંડળની ચૂંટણી યોજાશે, આ માટે જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. 


આજે સાબરકાંઠા જિલ્લાની સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાવવાના સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાશે. આ માટે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર દ્વારા મતદાર યાદીની કાર્યવાહી શરૂ કરવા માટે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આગામી 9મી ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, અને ત્યારબાદ ચૂંટણી માટેનું સત્તાવાર જાહેરનામું જાહેર કરવામાં આવશે. 31મી જાન્યુઆરીએ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કલેકટર કચેરી, હિંમતનગર મદનીશ કલેકટર કચેરી, સાબરડેરી અને જિલ્લા રજિસ્ટાર કચેરીના નૉટીસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.