Sabarkantha: સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણ થઇ હતી જેમાં એકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, પ્રાંતિજના ખોડિયાર કુવા અને માઢ વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. સ્ટ્રીટ લાઈટો બંધ કરી બે જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણમાં રાજુ રાઠોડ નામના વ્યક્તિનું મોત થયું હતુ. ઘટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે 17ના નામજોગ સહિત 30 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

Continues below advertisement



Sabarkantha: સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણમાં એકનું મોત, 30ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો


મળતી માહિતી અનુસાર, રૂપિયાની લેતીદેતીમાં બે જૂથ વચ્ચે અથડામણ થયાની આશંકા છે. બોલાચાલી બાદ ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. લોખંડની પાઈપથી હુમલો થતા રાજુ રાઠોડનું મોત થયું હતું.  રાજુભાઈ કાંતિભાઇ રાઠોડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 17 સહીત 30 ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.




આરોપ છે કે સ્ટ્રિટ લાઈટો બંધ કરી હુમલો કરાયો હતો. આ અથડામણમાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. બનાવની જાણ થતા વિશ્વ હિન્દુ પરિષદ સાબરકાંઠા સહિત બજરંગ દળના કાર્યકર્તાઓ પણ પ્રાંતિજ ખાતે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસનો મોટો કાફલો વિસ્તારમાં ખડકવામાં આવ્યો છે. પ્રાંતિજ પોલીસે આરોપીઓને ઝડપવાની કાર્યવાહી શરૂ કરી હતી.



 


સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોને આઈશર ટેમ્પોમાં મુસાફરી  કરાવતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફતે તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે.  હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. રાજ્યમાં અવારનવાર નાના બાળકો અને વિદ્યાર્થીઓને જોખમી સવારી કરાવતા હોવાના વીડિયો વાયરલ થતા રહે છે.  


રાજ્યમાં પ્રાથમિક શાળાના બાળકોને જોખમી રીતે વાહનમાં બેસાડવામાં આવતા હોવાના કિસ્સાઓ અનેક વાર પ્રકાશમાં આવે છે.  અનેક વખત  અઘટિત ઘટનાઓ પણ બની છે ત્યારે આવી જ એક ઘટના સાબરકાંઠા જિલ્લામાં સામે આવી છે.  સાબરકાંઠા જિલ્લાના વડાલી પ્રાથમિક શાળા બેના બાળકોને ઈડર તાલુકાના ચોરીવાડ પ્રાથમિક શાળામાં પ્રી વોકેશનલ કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જોકે બાળકોને આઇશર માલવાહક ટેમ્પોમાં ખીચો ખીચ ભરી જોખમી રીતે મુસાફરી કરાવતા હોવાનો વિડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકશો  કે કઈ રીતે બાળકોને ટેમ્પોમાં બેસાડી લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે મહત્વની વાત એ છે કે શું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બાળકો માટે બસની કોઈ વ્યવસ્થા કેમ કરવામાં આવી નહી. બાળકોને આ રીતે જોખમી સવારી કોણે કરાવી. વડાલી પ્રાથમિક શાળા દ્વારા કેમ બસની વ્યવસ્થા કરવામાં આવી નહી. આ પ્રકારના પ્રશ્નો હાલ તો ચર્ચામાં છે. આ ઘટનાને લઈ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.