પાટણ: સનાતન ધર્મ અને સંત કોને કેહવાય તેનું આજે અનોખું ઉદારણ પૂરું પાડયું છે પાટણના સંતોએ. પાટણના વારાહી ગામે જમીન વિવાદમાં થયેલ બે બે હત્યાના વેરને ભુલાવી જત મુસ્લિમ સમાજના બે પરિવારોના સમાધાન સંતોએ કરાવ્યા છે.
બે પરિવારના લોકો વચ્ચે છેલ્લા ૫૦ વર્ષથી ચાલતી દુશ્મનાવટનો અંત આવ્યો છે. પાટણના વારાહીની કે જ્યાં ૫૦ વર્ષથી જમીન વિવાદમાં ભોજાણી પરિવાર અને જીવરાણી વચ્ચે તકરાર હતી. બંને પક્ષે વેર એટલું હતું કે બન્ને પક્ષે સામે સામે બે હત્યાઓ પણ થયેલ. જો કે આ હત્યાના સિલસિલા વચ્ચે સ્થાનિકો મુસ્લિમ સમાજના લોકોએ આ વેર ભૂલી સમાધાન કરવા અનેક પ્રયાસ કર્યા પણ છેલ્લા ૫૦ વર્ષથી સમાધાન થયું નહિ ત્યારે આ બન્ને પરિવારનું સમાધાન કરાવવા સંતો મેદાને આવ્યા અને મુસ્લિમ અને હિન્દુ સંતોએ એક થઇ આ બન્ને પરિવારના આગેવાનોને સમજાવ્યા જેના કારણે આજે આ સમાધાન થયું.
વારાહી તાલુકાના ગોતરકા ખાતે આ કાર્યકમ યોજાયો હતો. જેમાં સુફી સંતોની સાથે સાથે ગુજરાતના વિવિધ જીલ્લામાંથી મોટી સંખ્યમાં અલગ અલગ સ્ટેટના દરબારો રાજકીય આગેવાનો અને સામજિક આગેવાનો આવ્યા હતા. જો કે વારાહી ખાતે વર્ષોથી ચાલી આવતી આ દુશ્મનીનો આજે અંત આવતા સ્થાનીકોમાં ખુસી જોવા મળી હતી. આ કાર્યકમમાં પોલીસ કાફલાની સાથે સાથે ૧૦ હજાર કરતા વધુ લોકો જોડાયા હતા.
મોનસૂન ફેસ્ટિવલ નિમિત્તે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું દમણ
સંઘ પ્રદેશ દમણમાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં બોલીવૂડ સેલિબ્રેટીએ પણ આકર્ષણ જમાવ્યું હતું.
રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખ સુધી ચાલનારા મોનસુન ફેસ્ટિવલનો આરંભ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે કરાવ્યો હતો. દમણના જાણીતા દેવકાના દરિયા કિનારે નમો પથ પર મોનસુન ફેસ્ટિવલના આરંભ પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલ સહિત પ્રદેશના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે પ્રદેશના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.