Samdhiyala Double Murder Case Live: હત્યાના 30 કલાક થવા છતાં હજુ પરિવારે નથી સ્વિકાર્યા મૃતદેહ, હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ
Samdhiyala Double Murder Case Live: સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર કેસને લઈને હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ વધુ વણશે નહીં તે માટે પોલીસા ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે.
gujarati.abplive.com Last Updated: 13 Jul 2023 11:07 PM
બ્રેકગ્રાઉન્ડ
Samdhiyala Double Murder Case Live: ચુડા તાલુકાના સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર કેસને લઈને હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ વધુ વણશે નહીં તે માટે...More
Samdhiyala Double Murder Case Live: ચુડા તાલુકાના સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર કેસને લઈને હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ વધુ વણશે નહીં તે માટે પોલીસા ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ પીડિત પરિવારને મળવા માટે એક બાદ એક રાજકીય આગેવાનો પણ સમઢીયાળા પહોંચી રહ્યા છે. હાલમાં મોટી સંખ્યામાં અનુ. જાતિના આગેવાનો સમઢીયાળા પહોંચ્યા છે. આ ઘટના અંગેના તમામ અપડેટ અમે તમને આ લાઈવ બ્લોકમાં આપતા રહીશું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પરિવારે હજુ નથી સ્વિકાર્યા મૃતદેહ
બને યુવાનોની હત્યાને 30 કલાક થયા છતાં હજુ પરિવારજનો દ્વારા ડેડ બોડી સ્વીકારમાં આવી નથી. દિવસભર સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. દિવસમાં ત્રણ વખત સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ચક્કાજામ થયો હતો. આ ઘટનાને 30 કલાક થવા છતાં પણ ગાંધી હોસ્પિટલ ખાતે સમાજના લોકો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સમાજના તેમજ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં હજુ સ્થિતિ ગંભીર હોવાની માહિતી સામે આવી છે.