ABP-CVoter Opinion Poll: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. આ પહેલા એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળીને સર્વે કર્યો. જેમાં ચોંકાવનારા પરિણામ આવ્યા.  રાજ્ય સરકારથી કેટલા ટકા લોકો છે નારાજ છતાં પરિવર્તન ન ઈચ્છતા હોવાનું સર્વેમાં જણાવ્યું હતું.


સરકારથી કેટલા ટકા લોકો છે નારાજ, છતાં નથી ઈચ્છતાં પરિવર્તન, જાણો સર્વેના પરિણામ



  • નારાજ છીએ અને સરકાર બદલવા માંગીએ છીએ - 43.3 ટકા

  • નારાજ છીએ પણ સરકાર બદલવા નથી માંગતા – 34.8 ટકા

  • નારાજ નથી અને સરકાર નથી બદલવા માંગતા – 21. 9 ટકા


ચૂંટણીમાં તમે કોને મત આપશો



  • ભાજપ- 54.5 ટકા

  • કોંગ્રેસ- 22.4 ટકા

  • આપ – 15.2 ટકા

  • અન્ય 2.9 ટકા

  • કહી ન શકાય – 3.4 ટકા


ચૂંટણીમાં કયા પરિબળો અસરકારક રહેશે



  • ધાર્મિક ધ્રુવીકરણ – 17.9 ટકા

  • રાષ્ટ્રવાદ – રાષ્ટ્રીય સુરક્ષા - 29.6 ટકા

  • પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ – 17 ટકા

  • રાજ્ય સરકારની કામગીરી 15.8 ટકા

  • આમ આદમી પાર્ટીની એન્ટ્રી 15.9 ટકા

  • અન્ય પરિબળો 3.8


ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના સૌથી પ્રબળ દાવેદાર કોણ ?



  • ભુપન્દ્ર પટેલ (ભાજપ) – 38.6 ટકા

  • ઈસુદાન ગઢવી (આપ) – 23.6 ટકા

  • સી.આર. પાટીલ (ભાજપ) 2.3 ટકા

  • હાર્દિક પટેલ 2 ટકા

  • અર્જુન મોઢવાડિયા (કોંગ્રેસ) 4.7 ટકા


ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન છે. તો બાકીની બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાતની સાથે હિમાચલની 68 વિધાનસભા બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જ આવશે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે.


નોંધઃ સી-વોટરે abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી