બનાસકાંઠા જિલ્લા પર પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જિલ્લાના સરહદીય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા.ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. થરાદના ભડોદર સહિતના વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા.

બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા થરાદના જાદલા ગામે ચંદનના વૃક્ષો ધરાશાયી થયા હતા. નાગજીભાઇ ચૌધરીએ પોતાના ચાર વિઘાથી વધુની જમીનમા 550 ચંદનના વૃક્ષો વાવ્યા હતા. ભારે પવનના કારણે 60 થી 80 જેટલા ચંદનના વૃક્ષો ધરાશાયી થતા નાગજીભાઇને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.  ભારે પવનના કારણે ફક્ત થોડી મિનિટોમાં જ નાગજીભાઇને 20 થી 25 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું. સાત વર્ષની આકરી મહેનત કરી જતન કરેલા ચંદનના વૃક્ષ તૂટી પડતાં ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું હતુ. ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ કરી હતી.

બનાસકાંઠા જિલ્લા પર પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જિલ્લાના સરહદીય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા.ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. થરાદના ભડોદર સહિતના વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દ્વારકા-મોરબીમાં કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા. તોફાનમાં 22 લોકો ઘાયલ થયા હતા. તોફાનના કારણે ભાવનગરમાં બે લોકોના મોત થયા છે. ગુજરાતમાં 490 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો.

વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ચાર તાલુકામાં વીજ પુરવઠો બંધ થયો હતો. વાવાઝોડાનાં કારણે અબડાસામાં 78 , લખપતમાં 58 , નખત્રાણામાં 46 અને ભુજ તાલુકામાં 115 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે આજે અને આવતીકાલે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે. આગામી ચાર દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે (16 જૂન) સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ યથાવત રહેશે. તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે.