Cyclone Biparjoy Effect: આ મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાંથી ઉછળેલું ચક્રવાતી વાવાઝોડું ગુરુવારે (15 જૂન) ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ત્રાટક્યું હતું. આ વાવાઝોડામાં કચ્છમાં સૌથી વધુ નુકસાન થતું જોવા મળ્યું છે. સવારના છ વાગ્યા સુધીના અહેવાલ અનુસાર કચ્છ જિલ્લામાં અત્યારસુધી 304 વૃક્ષ ધરાશાયી થયાનું નોંધાયું છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી 192 વીજપોલ પડ્યાનું નોંધાયું છે. કચ્છ જિલ્લાના 406 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હોવાનું નોંધાયું છે.


કચ્છ જિલ્લામાં હાલ ફૂંકાઈ રહેલા પવનની ઝડપ


કંડલા પોર્ટ 41 કી.મી. પ્રતિ કલાક


મુન્દ્રા 65 કી.મી. પ્રતિ કલાક


નલિયા 75 કી.મી. પ્રતિ કલાક


માંડવી 65 કી.મી. પ્રતિ કલાક


જખૌ 111 કી.મી. પ્રતિ કલાક


કોટેશ્વર 130 કી.મી. પ્રતિ કલાક


લખપત 115 કી.મી. પ્રતિ કલાક


ભુજ 43 કી.મી. પ્રતિ કલાક


વાવાઝોડું જ્યાં ટકરાયું ત્યાં સામાન્ય વરસાદ વરસીદ રહ્યો છે. અબડાસા-નખત્રાણા સામાન્ય વરસાદ નોંધાયો છે. લખપતમાં માત્ર 4 MM વરસાદ જ નોંધાયો છે. જોકે આ ત્રણ તાલુકામાં ગત રાત્રીએ ભારે પવન ફૂંકાયો હતો. ઓછા વરસાદના કારણે મોટી નુકશાની ટળી હોવાનું જાણકારોનો મત છે.



કચ્છ, સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.









નલિયામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયા મામલતદાર કચેરી સામે વિશાળ વૃક્ષ પડ્યું હતું.


મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં  ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે.  હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. ૭ ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. ૩૯માંથી ૨૩ ગામો માળિયા તાલુકાના છે. ૬ ગામો વાંકાનેર તાલુકાના અને ૩ ગામો હળવદ તાલુકાના છે.આ ઉપરાંત ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. દિલ્હી-એનસીઆરમાં ચક્રવાત બિપરજોયની વધુ અસર થવાની અપેક્ષા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. IMDનું કહેવું છે કે તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.