= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશને નકસલવાદ મુક્ત કરીને જ રહીશું: PM મોદી પીએમ મોદીએ નકસલવાદ પર પ્રચંડ પ્રહાર કર્યા, તેમણે આ અવસરે દેશને નકસલવાદથી મુક્ત કરવાનો સંકલ્પ દોહરાવ્યો. તેમણે કહ્યું કે, “દરેક ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢીશું,લોકતંત્રમાં મતભેદ હોય પણ મનભેદ ન હોવું જોઈએ. કેટલાક લોકો દેશહિતની જગ્યાએ પોતાના સ્વાર્થને ઉપર રાખે છે”દેશના દરેક પીએમનું મ્યુઝિયમ બનાવ્યું
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દુનિયાએ ઓપરેશન સિંદૂર જોયુંઃPM પીએમ મોદીએ રાષ્ટ્રીય એક્તા દિવસ પર સંબોધન કરતા ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે, દુશ્મનોને ભારત ઘરમાં ઘૂસીને મારે છે, પહલગામના હુમલાનો બદલો આપણી સેનાએ કેવી રીતે લીધો દેશે અને દુનિયાને જોયું છે”
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોંગ્રેસની ભૂલોની કિંમત દેશે ચૂકવીઃPM મોદી રાષ્ટ્રીય એકતા દિવસ પર સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં, કોંગ્રેસ પક્ષની કેટલીક ભૂલો દેશ આજે પણ ભોગવી રહ્યું છે. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ આતંકવાદ સામે નતમસ્તક રહી છે. કોંગ્રેસ સરદાર સાહેબને ભૂલી ગયા. ''કોંગ્રેસે અંગ્રેજોના એજંડાને આગળ વધાર્યું''કોંગ્રેસે 'વંદે માતરમ'ને તોડવાનો પ્રયાસ ક્યો,કોગ્રેસે સમાજને બે ભાગમાં વહેચવાનું કામ કર્યું,જે કામ અંગ્રેજો ન શકી શક્યા એ કામ કોંગ્રેસે કર્યું”
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
એકતા દિવસનું મહત્વ આપણા માટે ગૌરવનું ક્ષણ: PM મોદી રાષ્ટ્રીય એકતા દિવસ પર પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, ઈતિહાસ બનાવવા માટે મહેનત કરવી પડે છે. એ કપરી મહેનત સરદાર સાહેબે કરી. તેમણે 550થી વધુ રજવાડાઓને એક કર્યા. સરદાર સાહેબનો એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર સર્વોપરી છે. પીએમ મોદીએ કહ્યું કે, એકતા દિવસનું મહત્વ આપણા માટે ગૌરવનું ક્ષણ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કાશ્મીર વિશે વડાપ્રધાન મોદીએ શું કહ્યું? પીએમ મોદીએ કહ્યું, "સરદાર સાહેબે રાષ્ટ્રની સાર્વભૌમત્વને બીજા બધા કરતા ઉપર રાખ્યું. કમનસીબે, તેમના મૃત્યુ પછીના વર્ષોમાં, ક્રમિક સરકારોમાં રાષ્ટ્રની સાર્વભૌમત્વ પ્રત્યે ગંભીરતાનો અભાવ હતો. કાશ્મીરમાં થયેલી ભૂલો, ઉત્તરપૂર્વમાં સમસ્યાઓ અને દેશભરમાં ખીલેલો નક્સલવાદી-માઓવાદી આતંકવાદ રાષ્ટ્રની સાર્વભૌમત્વ માટે સીધા પડકારો હતા. જોકે, સરદાર સાહેબની નીતિઓનું પાલન કરવાને બદલે, તે સમયની સરકારોએ કરોડરજ્જુ વિનાનો અભિગમ પસંદ કર્યો. દેશે હિંસા અને રક્તપાતના સ્વરૂપમાં તેના પરિણામો ભોગવ્યા."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'કોંગ્રેસના કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના નિયંત્રણમાં ગયો' વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પર કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે અલગ બંધારણ બનાવીને કાશ્મીરના એક ભાગને દેશથી અલગ કરી દીધું છે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "કાશ્મીર કલમ 370 ના બંધનોમાંથી મુક્ત થઈ ગયું છે અને મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયું છે. ઓપરેશન સિંદૂરમાં આખી દુનિયાએ જોયું છે કે જો આજે કોઈ ભારત પર આંખ ઉંચી કરવાની હિંમત કરશે તો ભારત તેમના પર હુમલો કરશે. ભારતનો પ્રતિભાવ હંમેશા પહેલા કરતા વધુ મોટો અને નિર્ણાયક હોય છે. આ ભારતના દુશ્મનો માટે પણ એક સંદેશ છે."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેવડિયામાં પીએમના હસ્તે 1220 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન નરેન્દ્ર મોદી 1220 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આ ક્રમમાં પીએમ મોદીએ 25 નવી ઈ-બસોને લીલી ઝંડી બતાવીને લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નર્મદા ડેમ વ્યુ પોઈન્ટ-1 પર પહોંચ્યા, જ્યાંથી 1220 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના ₹150ના મૂલ્યના સ્મારક સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદીનો આજનો કાર્યક્રમ સવારે 8.10 વાગ્યે : સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાજલિ સવારે 8.15 થી 10.30 સુધી : પરેડમાં હાજરી અને રાષ્ટ્રજોગ સંબોધન સવારે 10.45 વાગ્યે : આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને સંબોધન બપોરે 12.20 વાગ્યે : કેવડિયાથી વડોદરા એરપોર્ટ જવા રવાના બપોરે 1 વાગ્યે : વડોદરાથી દિલ્હી જવા માટે રવાના થશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેવડિયાના લીંબડી ગામે રજવાડાનું મ્યૂઝિયમ બનશે રજવાડાનું મ્યૂઝિયમ કેવડિયાના લીંબડી નામના ગામમાં આવેલી 5.5 એકર જમીન પર બનશે. જ્યાંથી સરદાર પટેલનું સ્ટેચ્યૂ સ્પષ્ટપણે જોઇ શકાશે. આ જગ્યા સરદાર પટેલના સ્ટેચ્યૂની પાછળની તરફ આવેલી છે. મ્યુઝિયમમાં રજવાડાઓ અને તેમના શાહી વારસાનો પરિચય હશે. રજવાડાઓના એકીકરણની વાત અને તેમાં સરદાર પટેલની ભૂમિકા અંગેનું પ્રદર્શન પણ હશે.'હોલ ઓફ યુનિટી' દ્વારા અગાઉના રજવાડાઓનું યોગદાન પણ બતાવવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ પ્રોજેકટની આપશે ભેટ મળશે વોકવે ફેસ ટુ, સ્માર્ટ બસ સ્ટોપ ફેસ ટુ , પ્રોટોકોશન વોલ લેન્ડ લેવલીંગ વિયર ડેમ નજીક, સાતપુડા પ્રોટેક્શન વોલ , (કેક્ટસ નજીક ) બોન્સાઈ ગાર્ડન, ઇ બસ ચાર્જિંગ સ્ટેશન, નર્મદા ઘાટ પાર્કિંગ, નવા રહેણાંક મકાન, એપ્રૉચ રોડ મોખડી નજીક, કૌશલ્ય પથ, લીમડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ ,ગાર્ડન , ટાટા નર્મદા ઘાટ નું વિસ્તરણ, ડેમ રેપ્લિકા વગેરે પ્રોજેક્ટની ભેટ આપશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
16થી વધુ બટાલિયને લીધો રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એકતા નગર ખાતે યોજાયેલી ભવ્ય 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં દેશના વિવિધ સુરક્ષા દળોનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિશાળ પરેડમાં 16થી વધુ બટાલિયને ઉત્સાહભેર ભાગ લીધો છે, જેમાં CRPF અને BSFના શૌર્ય પુરસ્કાર વિજેતાઓ પણ સામેલ હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાષ્ટ્રીય એકતા દિવસ પર પીએમ મોદીએ એકતાના શપથ લેવડાવ્યા આજે (૩૧ ઓક્ટોબર, ૨૦૨૫) લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ છે. આ ખાસ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સ્વતંત્રતા પછી 562 રજવાડાઓના એકીકરણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી અને સ્વતંત્ર ભારતની એકતાનો પાયો નાખ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વેલી ઓફ ફ્લાવર્સ જવા માટેના માર્ગને ડાયવર્ટ કરાયો વેલી ઓફ ફ્લાવર્સ જવા માટેના માર્ગને ડાયવર્ટ કરાયો છે. 13 થીમ આધારિત ઝોનમાં વિભાજિત કરાયો છે.દરેક ઝોનમાં સિલીંગ લાઈટ ગોઠવાઇ છે. દરેક ઝોનમાં ફોટો-સેલ્ફી પોઇન્ટ્સની પણ વ્યવસ્થા કરાઇ છે.ઝોનમાં 45 ફૂડ સ્ટોલ, 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ છે. વિવિધ રાજ્યોના પેવેલિયન્સ અને સાંસ્કૃતિક પ્રદર્શનો ગોઠવાયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
11,500થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ભવ્ય પરેડને 11,500થી વધુ લોકો નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. આ અવસરે એક પોર્ટલ લોન્ચ કરવામાં આવશે, ઉલ્લેખનિય છે કે, 1થી 15 નવેમ્બર સુધી ઉજવણી થશે. દરરોજ સાંજે જુદા-જુદા રાજ્યની સાંસ્કૃતિક કૃતિ પ્રસ્તુતિ કરાશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પરેડમાં ઑપરેશન સિંદૂરના 16 પદક વિજેતા એકતા દિવસના અવસરે પરેડમાં CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનોએ પણ ભાગ લીધો છે.પરેડમાં 52 ઊંટ સાથેની BSFની બે ટુકડી, કેમલ કેવેલરીમાં જેસલમેરી અને બિકાનેરી ઊંટ સામેલ છે.પરેડમાં આસામ પોલીસની મોટરસાઇકલ ડેરડેવિલ શો પણ જોવા મળશે, BSF ઊંટ ટુકડી તેમજ ઊંટ સવારી બેન્ડ સામેલ છે.

એકતા દિવસના અવસરે ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક ઝલક અનેકતામાં એકતાને ચરિતાર્થ કરતી સાંસ્કૃતિક ઝલક પરેડમાં જોવા મળી રહી છે. પરેડમાં BSF, CISF, ITBP, CRPFના જવાનોએ પણ ભાગ લીધો છે. પરેડમાં SSB,NDRF, NSG પણ ભાગ લીઘો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રજાસત્તાક પરેડની પેટર્ન પર એકતાનગરમાં ભવ્ય પરેડ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજંયતીના અવસરે પ્રજાસત્તાક પરેડની પેટર્ન પર એકતાનગરમાં ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતો કાર્યક્રમ યોજાયો છે. જેમાં 'એકત્વ' થીમ આધારિત 10 ટેબ્લો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. PM મોદી સવારે 8:10 વાગ્યે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અર્ધ્ય આપીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ શ્રદ્ધાંજલિ બાદ વડાપ્રધાન હવે 'એકતા પરેડ'માં હાજરી આપશે અને દેશને સંબોધન પણ કરશે.