નર્મદા: ઉપરવાસમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તર પર છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 134 મીટરને પાર થઈ છે. ડેમમાં હજુ પાણીની આવક થતા જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમમાં 7,37,147 ક્યુસેક પાણીની આવક થઈ છે.


મધ્યપ્રદેશ ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા સતત પાણીની આવક વધતા નર્મદા ડેમના 23 ગેટને 3.5 મીટર ખોલવામાં આવ્યા છે. કેનાલમાં હાલ 15,080 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ છે. કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન ચાલુ છે, રોજ નું 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. પાણીની આવકને પગલે ડેમમાંથી 6,15,337 ક્યુસેક પાણી છોડાતા તેની સીધી અસર ભરૂચ નદી કાંઠા વિસ્તારના લોકોને થઈ છે.