ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે ઉત્તરાયણ પર્વમાં સળંગ ત્રણ રજાનો લાભ મળે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની શાળા-કોલેજ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શનિવારે રજા રહેશે. સળંગ ત્રણ રજાનો લાભ મળે તે માટે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરીને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ શિક્ષણ વિભાગ સંલગ્ન તમામ કચેરીઓમા તા.15/01/2022ને શનિવારના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.
14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે રાજ્યમાં જાહેર રજા જાહેર છે. ઉપરાંત 16 જાન્યુઆરીએ રવિવારની જાહેર રજા આવતી હોઇ રાજ્યની શાળાઓ અને કોલેજો (ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ)ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ (સમગ્ર સ્ટાફ) તથા વિદ્યાર્થીઓને સળંગ ત્રણ રજાનો લાભ મળે તેમજ પર્વની ઉજવણી તેઓ સારી રીતે કરી શકે તે ધ્યાને લેતાં શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ અને કોલેજો (ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ શિક્ષણ)માં 15 જાન્યુઆરીએ એટલે કે શનિવારના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે આજે ઉત્તરાયણના તહેવારમાં દોરીના કારણે ગળામાં ઈજા થવાના અને અકસ્માતના અનેક બનાવો બનતા હોય છે.સમગ્ર રાજ્યમાં સાંજ સુઘીમાં પતંગની દોરીના કારણે ઈજા થવાની 224 જેટલી ઘટના ઘટી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં આશરે 62 લોકો ઘાયલ થયા છે. રાજકોટ 25, વડોદરામાં 26 તથા સુરતમાં 24 લોકો દોરીથી ઘાયલ થયા છે. તો 108 ઈમરજંસી એમ્બ્યુલંસને સાંજ સુધીમાં આશરે 2 હજાર 639 જેટલા કોલ મળ્યા હતા.
PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત