કચ્છઃ ગુજરાતમાં સ્કૂલો-કોલેજો ખોલવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર આગામી સપ્તાહે શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય લઈ શકે છે. જે મુજબ જાન્યુઆરી પહેલા રાજ્યમાં સ્કૂલ કોલેજો ફરીથી ખૂલી શકે છે.


શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એબીપી અસ્મિતા સાથે વાત કરતાં જણાવ્યું, દિવાળીને હવે વાર નથી તેથી તે પહેલાં શાળા-કોલજો નહીં ખૂલે. શાળા- કોલેજો ખોલવામાં જાન્યુઆરી- ફેબ્રુઆરી જેટલું મોડું પણ નહીં થાય. સૌપહેલા ધો. 9થી12 અને કોલેજો ખોલવામાં આવશે. બાળકોના સ્વાસ્થ્યની સરકારને સૌથી વધુ  ચિંતા છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, શિક્ષણ વિભાગના રિપોર્ટ બાદ આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે. શાળા- કોલેજો ખોલવામાં વાલીઓની સંમતિ ફરજીયાત જોઈશે તેમ પણ જણાવ્યું હતું.

(ફાઈલ તસવીર)

સ્કૂલો શરૂ કરવાની સાથે સાથે આ નિયમો અને શરતોનું ચુસ્ત પાલન કરવું પડશે

- સ્કૂલમાં સ્વચ્છતા અને સેનિટેશનની વ્યવસ્થા ફરજિયાત
- બાળકની બેઠક વ્યવ્થા વચ્ચે ૬ ફુટનું અંતર જાળવવુ
- સ્કૂલના એન્ટ્રી અને એક્ઝિટ વખતે વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવું
- સંચાલકોએ જુદા-જુદા વર્ગના વિદ્યાર્થીઓને અલગ-અલગ સમયે બોલાવવાના રહેશે
- હાજરી માટે દરેક વર્ગનું જુદુ સાપ્તાહિક કેલેન્ડર
- વિદ્યાર્થીને સ્કૂલમાં ફરજિયાત હાજર રહેવાનો આગ્રહ કરી શકાશે નહી
- મોટી સંખ્યામાં વિદ્યાર્થી હોય તેવી શાળાઓએ ઓછા સમયની બે શિફ્ટ કરવાની રહેશે
- સ્કૂલોએ શિક્ષણનો સમય પણ ૫હેલા કરતા ઘટાડવાનો રહેશે
- સ્કૂલમાં કોઈ સમારંભ, મેળાવડા કે બેઠકો કરવી નહી
- વાલીઓ સાથેની બેઠક પણ ઓનલાઈન જ કરવાની રહેશે
- સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીને કે કર્મીને કોરોના પોઝિટિવ આવે તો ગાઈડલાઈનના તમામ નિયમો અને પ્રોટોકોલનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.






Education Loan Information:

Calculate Education Loan EMI