અમદાવાદ:  ગુજરાત સરકારે શાળાઓ માટે પ્રવાસની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. હવે રાજ્ય સરકારે શાળા પ્રવાસને લઇને મોટો નિર્ણય કર્યો છે. હવેથી શાળા પ્રવાસ દરમિયાન પોલીસને જાણ કરવાની રહેશે.  આ સાથે જ પ્રવાસમાં યુનિફોર્મમાં સજ્જ 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે. જો શાલા પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ હશે તો મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવાના રહેશે. આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા  પ્રવાસ અંગે સ્થાનિક પોલીસને  જાણ કરવાની રહેશે. 

શાળાઓના આચાર્યોને પણ સૂચના આપવામાં આવી

પ્રધાનમંત્રી નરેંદ્ર  મોદીએ DGP-IGP કોન્ફરન્સમાં કરેલા સૂચન પર અમલીકરણ કરવામાં આવશે.  પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં રાજ્યની તમામ શાળાઓના આચાર્યોને પણ સૂચના આપવામાં આવી છે.  

2 પોલીસ કર્મચારી યુનિફોર્મમાં હાજર રહેશે

હવે વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ  દરમિયાન 2 પોલીસ કર્મચારી યુનિફોર્મમાં હાજર રહેશે.  આ સિવાય સ્કૂલના આચાર્યે પણ શાળા પ્રવાસને લઈ  સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે.