Weather update: અમરેલી- સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જાફરાબાદ બંદર પર દરિયામાં આજથી કરંટ શરૂ થયો છે. દરિયામાં હાઈટાઈટની સ્થિતિ વચ્ચે 1 નંબર નું સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ ધારાબંદર દરિયામાં હાઈટાઈટ જોવા મળી રહી છે. તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કર્યા છે. ઉલ્લેખનિય છે કે, હાલ અરબી સમુદ્રમાં એક સાક્લોનિક સિસ્ટમ સર્જાઇ રહી છે.જેના પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે,તો બીજી તરફ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઇને પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો શું છે સ્થિતિ જાણીએ..
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યમાં પવન સામાન્ય ગતિથી વધુ રહેશે પરંતુ વાવાઝોડાનો રાજ્ય પર ખતરો નહિવત છે. ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વરસાદ વરસી રહ્યો છે. આગામી 5 દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આ સમય દરમિયાન 50થી 60 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ વરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 23 થી 28 મે સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં વરસાદની શક્યતાને લઇને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.
વલસાડ, સુરત,નવસારી, તાપી, ભરૂચમાં વરસાદનું અનુમાન છે. ગીર સોમનાથ, અમરેલીમાં આજે યલો એલર્ટ આપ્યું છે. ભાવનગર, દીવ, દમણમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ છે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં આજે યલો એલર્ટ અપાયું છે. અહીં આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકવાની આગાહી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતના દક્ષિણ વિસ્તાર અને સૌરાષ્ટ્રને વરસાદ ધમરોળી રહ્યો છે. જાણીએ ક્યા જિલ્લામાં વરસાદ આફતરૂપ બન્યો છે. છેલ્લા 24 કલાકની વરસાદ પ્રભાવિત જિલ્લાની સ્થિતિ પર નજર કરીએ